ભારતમાં મળી રહ્યા છે હવે કોરોનાના 8 હજાર દર્દી, 236 લોકોના મોત, સક્રિય દર્દી 544 દિવસમાં સૌથી ઓછા

ભારતમાં કોરોના પીડિતોની સંખ્યા હાલમાં 1 લાખથી વધુ છે. જો કે છેલ્લા 24 કલાકમાં વાયરસના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ઘટી છે.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના પીડિતોની સંખ્યા હાલમાં 1 લાખથી વધુ છે. જો કે છેલ્લા 24 કલાકમાં વાયરસના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ઘટી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કાલે દેશભરમાં 236 મોત થયા છે. વળી, રોજ મળી રહેલા દર્દીઓનો આંકડો પણ 8 હજારથી વધુ છે. કાલે સંક્રમણના 8309 નવા કેસ નોંધવામાં આવ્યા. જો કે રિકવર થનાર લોકોની સંખ્યા પણ તેજીથી વધી રહી છે. કાલે 9905 લોકો રિકવર પણ થયા. સક્રિય દર્દીઓનો આંકડો 1.03,859 સુધી છે. આ આંકડો છેલ્લા 544 દિવસોમાં સૌથી ઓછો છે.

covid-19

વેક્સીનનો 122 કરોડનો ડોઝ આપવામાં આવી ચૂક્યો

આરોગ્ય મંત્રાલય તરફથી આજે જણાવવામાં આવ્યુ કે ભારતમાં કોરોના વાયરસથી બચાવ માટે લોકોને અત્યાર સુધી વેક્સીની 1,22,41,68,929 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. વળી, સંક્રમણનો કુલ આંકડો 3.4 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે. જેમાંથી રિકવરીના કેસ 34008183 છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 200થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. આ સાથે હવે અત્યાર સુધી કુલ 468790 મોત થઈ ચૂક્યા છે. કાલે આખા દિવસમાં 42,04,171 લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે કુલ વેક્સીનેશન 122 કરોડ સુધી પહોંચી ગયુ.

આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં એકલા કેરળ રાજ્યમાં સંક્રમણથી 1500 કેસ નોંધવામાં આવ્યા. વળી, રાહતના સમાચાર એ પણ છે કે ત્યાં સક્રિય દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. કાલે કેરળમાં 5691 લોકો રિકવર પણ થયા. મોતની વાત કરીએ તો 159 લોકોએ દમ તોડ્યો. મંત્રાલયની લેટેસ્ટ અપડેટ મુજબ હવે રાજ્યમાં 47652 કોરોનાના સક્રિય દર્દી છે. વળી, આખા દેશમાં 103859 દર્દી છે.

કેરળ ઉપરાંત કર્ણાટકમાં કોરોના વાયરસના કુલ કેસ 2950542, કુલ રિકવરી 28 લાખથી વધુ, કુલ મોત 38198 અને સક્રિય કેસ 6860 છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 77 નવા કેસ સામે આવ્યા. 236 દર્દી ડિસ્ચાર્જ થયા અને 2 લોકોના મોત થયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X