લૉકડાઉનના નિર્ણય પર ફરીથી WHOએ પીએમ મોદીની કરી પ્રશંસા

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ એક વાર ફરીથી કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લૉકડાઉન લંબાવવાના નરેન્દ્ર મોદીના નિર્ણયની પ્રશંસા કરી છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ એક વાર ફરીથી કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લૉકડાઉન લંબાવવાના નરેન્દ્ર મોદીના નિર્ણયની પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે મંગળવારે પીએમ મોદીએ ઘોષણા કરી છે કે દેશમાં લૉકડાઉનને લંબાવીને 3 મે સુધી કરી દેવામાં આવ્યુ છે. આ લૉકડાઉન 14 એપ્રિલે ખતમ થઈ રહ્યુ હતુ. હવે આને 19 દિવસ માટે લંબાવી દેવાયુ છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ છે કે આ નિર્ણય દેશમાં કોરોના મહામારીને નબળી પાડવા માટે ઘણો મદદગાર સાબિત થશે.

pm modi

લૉકડાઉનના સંક્રમણ પર લાગશે લગામ

સંગઠનના રિજનલ ડૉક્ટર પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યુ કે કોરોનાને રોકવા માટે સમયે કરવામાં આવેલ ભારતના કઠોર નિર્ણયની ડબ્લ્યુએચઓ પ્રશંસા કરે છે. સંક્રમણને રોકવા માટે દર્દીઓની સંખ્યામાં કેટલો ઘટાડો થશે એ વિશે અત્યારે કંઈ પમ કહેવુ ઉતાવળ ગણાશે પરંતુ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટંસીંગ જાળવી રાખવા સહિત બાકી પ્રભાવી ઉપાયોને આગળ લંબાવવામાં છ અઠવાડિયાનુ દેશવ્યાપી લૉકડાઉન, વાયરસના સંક્રમણને વધતો રોકવામાં મદદગાર સાબિત થશે. તેમણે એ પણ કહ્યુ કે ઘણા પડકારો છતાં, આ મહામારીને હરાવવામાં ભારત પૂરી પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યો છે. આ પહેલા પણ સંગઠન તરફથી લૉકડાઉન પર ભારતની પ્રશંસા કરવામાં આવીહતી. ડબ્લ્યુએચઓના ડૉક્ટર ડેવિડ નાબારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ડૉક્ટર ડેવિડને આ મહામારી માટે ખાસ દૂત નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે ભારત તરફથી જલ્દી લૉકડાઉન પર નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ભારતના આ નિર્ણયને એક સાહસિક નિર્ણય ગણાવ્યો છે.

કેમ જરૂરી છે લૉકડાઉન

ડૉક્ટર નાબારોએ કહ્યુ હતુ કે જ્યારે ભારતમાં અમુક જ કેસ રિપોર્ટ થયા એ સમયે દેશમાં એક દૂરદર્શી નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયે દેશને મોકો આપ્યો કે તે આ બિમારીનો સામનો કરી શકે. તેમણે કહ્યુ કે આ નિર્ણય પર ઘણી ચર્ચા થઈ રહી છે અને ઘણી ટીકા પણ કરવામાં આવી રહી છે. અમુક લોકોમાં ગુસ્સો પણ છે. પરંતુ આ સરકારનુ એક સાહસિક પગલુ છે. જે લોકો રોજ મજૂરી કરીને કમાય છે તેમના માટે આ એક પ્રકારનુ બલિદાન છે. ડૉક્ટર નાબારોના જણાવ્ય મુજબ દરેક વસ્તુની શરૂઆત કમ્યુનિટી સ્તરે થાય છે. એ દરમિયાન તેના વિશે માલુમ કરવુ, આઈસોલેટ કરવુ, તેના કૉન્ટેક્ટ્સ માલુમ કરીને તેને ક્વૉરંટાઈન કરવા અને આને જેટલુ સંભવ બની શકે તેટલુ જાળવી રાખવુ, કોઈ પણ મહામારી દરમિયાન તેજ પ્રતિક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X