For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ગરમી વધવાથી ખતમ થઈ જશે Coronavirus, જાણો શું કહે છે એક્સપર્ટ

શું ગરમી વધવાથી ખતમ થઈ જશે Coronavirus, જાણો શું કહે છે એક્સપર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અત્યાર સુધી દુનિયામાં 5000 લોકોના જીવ લેનાર જીવલેણ કોરોનાવાઈરસ કેવી રીતે અટકશે, કોઈને નથી ખબર. કેટલાક લોકોને ઉમ્મીદ છે કે જેમ-જેમ હવામાન ગરમ થતું જશે તેમ તેમ વાયરસ કમજોર પડી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી વાઈરસને હવામાન સાથે કોઈ સંબંધ છે તે વાત હજી સાબિત નથી થઈ શકી. પરંતુ એક્સપર્ટ્સ મુજબ સૂર્યની તેજ રોશનીના કારણે વાઈરસનો ગ્રોથ અને તેના જીવિત રહેવાની અવધી પર અસર પડી શકે છે. આ ઉપરાંત તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ સાફ સફાઈમાં પણ ધ્યાન આપે.

ઉનાળામાં મળશે રાહત

ઉનાળામાં મળશે રાહત

મેડિકલ એક્સપર્ટ્સના હવાલેથી અલ જજીરાએ લખ્યું કે વસંતમાં આવતી ગરમી લોકોને થોડી રાહત આપી શકે છે. આ વાતાવરણને કારણે વાયરસથી થતું સંક્રમણ ઘટી શકે છે. જૉન હૉપકિંસ યૂનિવર્સિટીમાં મહામારી વિજ્ઞાનના જાણકાર ડૉક્ટર સ્ટીફન બરાલે બોસ્ટન હેરાલ્ડને આપેલ ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે અમેરિકામાં હવે ગરમી શરૂ થનાર છે અને આ કારણે જ આ બીમારીમા આપોઆપ ઘટાડો જોવા મળશે. એક્યૂવેધર જે હવામાન સાથે જોડાયેલ ભવિષ્યવાણી કરતી અમેરિકી કંપની છે, તેણે હોંગકોંગ યૂનિવર્સિટીમાં પૈથોલોજી પ્રોફેસર ડૉક્ટર જૉન નિકોલસના હવાલેથી લખ્યું કે, કોરોનાવાઈરસને ત્રણ વસ્તુ પસંદ નથી, સૂરજનો પ્રકાશ, તાપમાન અને ભેજ પસંદ નથી.

સૂર્યની રોશની રામબાણ ઈલાજ

સૂર્યની રોશની રામબાણ ઈલાજ

નિકોલસે આગળ કહ્યું કે સૂર્યની રોશનીને કારણે આ વાઈરસ વધવાની ટકાવારી અડધી થઈ જશે એટલે કે તપમાં 2.5 મિનિટ અને અંધારામાં 13થી 20 મિનિટમાં વધશે. સૂર્યનો પ્રકાસ કોઈપણ વાઈરસને ખતમ કરવામાં સૌથી વધુ કારગર હથિયાર છે. જર્મનીના સેન્ટર ફૉર એક્સપેરિમેન્ટલ એન્ડ ક્લીનિકલ ઈન્ફેક્શન રિસર્ચમાં વાયરોલૉજિસ્ટ થૉમસ પિશ્તેશમાને ડૉયચે વેલેને જણાવ્યું કે કોરોનાવાઈરસ ગરમી સહન નથી કરી શકતો જેનો મતલબ કે જેમ જેમ તાપમાન વધશે વાઈરસ આપોઆપ ખતમ થઈ શકે છે. એક્યૂવેધર મુજબ અમેરિકામાં 19 માર્ચથી વસંત મહિનો શરૂ થશે. 20 માર્ચથી જ યૂરોપના તમામ દેશોમાં તાપમાન વધવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.

આ માટે ભારતમાં ઓછા મામલા નોંધાયા

આ માટે ભારતમાં ઓછા મામલા નોંધાયા

ચેન્નઈમાં સંક્રામક બીમારીઓથી વિશેષજ્ઞ ડૉક્ટર અબ્દુલ ગફૂરે અલ જજીરાને જણાવ્યું કે ભારતમાં આ કેસની સંખ્યા ઓછી છે, તે બાકી દેશોની સરખામણીએ બહુ ઓછા છે. તેમનું કહેવું છે કે ભારતમાં ગરમી અને ભેજ એક કારણ હોય શકે છે કે કોરોનાવાઈરસ ભારતમાં એવી તેજીથી નથી ફેલાઈ રહ્યો. તેમણે એમ પણ કહ્યું કે હવામાનના કારણે વાઈરસ વધુ સમય સુધી કે વધુ તેજીથી વધી શકતો નથી. તેમનું કહેવું છે કે માત્ર ગરમ હવામાન જ નહિ બલકે ભારતનું જળવાયુ ભેજથી બેલું છે અને આ કારણે જ અહીં સંક્રમણની ટકાવારી ઓછી છે. ઈન્ટરનેશનલ યાત્રીઓનું એરપોર્ટ પર થઈ રહેલ સ્ક્રીનિંગને કારણે પણ આ વાઈરસને ફેલાતા રોકી શકાયો છે.

આ માટે ઈરાનમાં 500ના મોત

આ માટે ઈરાનમાં 500ના મોત

ડૉક્ટર ગફૂરે કહ્યું કે યૂરોપ અને અમેરિકાના કેટલાક ભાગમાં ઠંડું હવામાન છે અે હવા પણ સૂકી છે. આ કારણે વાઈરસ ઘણો તેજીથી સફર કરે છે અને જ્યારે આ સ્થિતિ થઈ જાય છે તો લાંબા સમય સુધી ટકી જાય છે. આની સાથે જ ઓછા તાપમાનમાં તેજીથી ફેલાવવા લાગે છે. ઈરાનમાં તાપમાન આ સમયે જીરો ડિગ્રીથી 10 ડિગ્રી સુધી છે. અત્યાર સુધી અહીં 500થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. પરંતુ ડૉક્ટર ગફૂરે એમ પણ કહ્યું કે વધુ તાપમાન બાદ પણ વાઈરસ સંપૂર્ણપણે ખતમ થઈ જશે, તેની કોઈ ગેરેન્ટી નથી. કેટલાક દેશોમાં આ મહામારી તરીકે હાજર રહેશે.

કોરોના વાયરસનો પહેલો દર્દી થયો સાજો, જાણો કેવી રીતે બિમારીને આપી મ્હાતકોરોના વાયરસનો પહેલો દર્દી થયો સાજો, જાણો કેવી રીતે બિમારીને આપી મ્હાત

English summary
Coronavirus: Will warmer weather slow the spread of virus?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X