ભષ્ટ્રાચારના મુદ્દે દિલ્હીમાં આજે કોંગ્રેસની મહારેલી

કહેવામાં આવે છે કે હજુ સુધી ભષ્ટ્રાચારના મુદ્દે ચુપ બેસેલા સોનિયા-રાહુલ આ રેલીના માધ્યમથી વિરોધીને જવાબ આપવાના છે. ટીવી ચેનલો પર ચાલી રહેલા સમાચારના જણાવ્યા મુકબ રેલીમાં ઓછામાં ઓછા 50 હજાર લોકો ભાગ લેશે તેવી આશા છે. આ રેલીના માધ્યમની સરકાર પોતાના એફડીઆઇના નિર્ણયનું મહત્વ પ્રજાને સમજાવશે.
ગત બે મહિનાઓથી કોંગ્રેસ ઉપર મનમાની અને ભષ્ટ્રાચારના આરોપો લાગી રહ્યાં છે. વાઢેરા સહિત સોનિયા અને રાહુલ પણ ભષ્ટ્રાચારના ઘેરાવામાં છે, એવા સમયે આ રેલી કોંગ્રેસ માટે ઘણું બધુ નક્કી કરશે. ભાજપનું માનવું છે કે કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે.
વિપક્ષને લાગે છે કે આ તેમના પ્રહારોની અસર છે કે કોંગ્રેસ રેલી કરી પોતાના પર લાગેલા ભષ્ટાચારના આરોપોનો જવાબ આપવો પડી રહ્યો છે. કોંગ્રેસ આ રેલી બાદ 9 તારીખે પોતાની કાર્યકારી કમેટીના સભ્યો અને સરકારમાં મંત્રીઓ સાથે એક અનૌપચારિક બેઠક કરવા જઇ રહી છે.












Click it and Unblock the Notifications
