ભ્રષ્ટાચારને અટકાવશે આધાર : નંદન નિલેકાણી

નિલેકાણીએ એક ખાનગી સમાચાર ચેનલને જણાવ્યું હતું કે "હું પણ એક સામાન્ય વ્યક્તિની જેમ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છું. મારું માનવું છે કે ભ્રષ્ટાચારને આગળ વધતો અટકાવવો જોઇએ. મને લાગતું નથી કે ખાસ કાયદો ઘડીને અથવા તો લોકપાલની નિયુક્તિથી તેને નિયંત્રણમાં લાવી શકાય."
તેમણે જણાવ્યું કે આપણે જે ઇચ્છીએ છીએ તેના માટે લાંબાગાળાના સંસ્થાકીય પરિવર્તન અંગે વિચાર કરનારા દીર્ઘદ્રષ્ટાઓની કમી છે. આધાર કાર્ડથી બજેટનો ખર્ચ વધારે સ્પષ્ટ બનશે અન તેથી ભ્રષ્ટાચાર પર નિયંત્રણ લાવી શકાશે. અત્યાર સુધીમાં 20 કરોડ ભારતીયોને આધાર કાર્ડ ફાળવવામાં આવ્યા છે. આગામી 2014 સુધીમાં 60 કરોડ ભારતીયોને તે ફાળવવામાં આવશે.












Click it and Unblock the Notifications
