'ભારતને 'મૌનપુરુષ' નહીં 'લોહપુરુષ' પીએમની જરૂર'
ગુઆહાટી, 4 જૂલાઇઃ દેશની હાલની આર્થિક સ્થિતિ માટે યુપીએ સરકારની આલોચના કરતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે, પ્રધાનમંત્રી મનમોહન સિંહ એક અર્થશાસ્ત્રી છે તેમ છતાં દેશની નાણાકિય સ્થિતિ ખરાબ છે. પરોક્ષ રીતે પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર હુમલો કરતા રાજનાથ સિંહે કહ્યું કે, દેશની સત્તા 'મૌનપુરુષ'ના બદલે 'લોહપુરુષ'ના હાથોમાં હોવી જોઇએ. જે વ્યક્તિ કંઇ જ ના બોલતો હોય તેને પ્રધાનમંત્રી રહેવું જોઇએ નહીં.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ આસામના પોતાના પહેલા પ્રવાસ પર ગયેલા રાજનાથ સિંહે ભાજપના કાર્યકર્તાઓની રેલીને સંબોધિત કરતા કહ્યું કે, દેશને અર્થશાસ્ત્રી નહીં પરંતુ યથાર્થવાદી પ્રધાનમંત્રી હોવા જાઇએ. દેશની આર્થિક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા તેમમે દાવો કર્યો કે એનડીએ સરકારમાં મોંઘવારી નિયંત્રણમાં હતી, પરંતુ હવે દરેક વસ્તુના ભાવ વઘી રહ્યાં છે.
રાજનાથ સિંહે પ્રધાનમંત્રી પર આરોપ લગાવતા કહ્યું કે, રૂપિયાની કિંમત ઘટવા પાછળ કોંગ્રેસનું સુનિયોજિત ષડયંત્ર છે, કારણ કે પાર્ટીના નેતા હવે સ્વિસ બેન્કમાં જમા કાળા નાણાને પરત લાવી રહ્યાં છે.













Click it and Unblock the Notifications
