For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : મહિને 1 કરોડથી વધારે આવક ધરાવતા 12000 લોકો

|
Google Oneindia Gujarati News

rupee
નવી દિલ્હી, 13 માર્ચ : વેપારી પ્રજા ગણાતા ગુજરાતીઓએ દેશમાં કમાણી કરવામાં ડંકો વગાડ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષના સામાન્ય બજેટમાં ધનિકો પર 'સુપર રિચ' ટેકસ ઝીંક્યો છે. દેશમાં કુલ 42,800 લોકો એવા છે જેમની વાર્ષિક આવક રૂ. 1 કરોડ છે અને તેમાંથી 12,000 'સુપર રિચ' એકલા ગુજરાતમાં છે !!!

ગુજરાતમાં 4000 વ્યકિતઓ અને 8000 અન્ય કંપનીઓ, સંસ્થાઓની કમાણી વાર્ષિક રૂપિયા એક કરોડ છે તેઓ હવે સુપર રિચ ટેકસ ચુકવશે. શું તમે જાણો છે કે દેશના 'ક્રિમી લેયર' (કરોડપતિઓના લિસ્ટમાં) ગુજરાતીઓની હિસ્સેદારી 9.34 ટકા છે.

કેન્દ્રીય નાણા મંત્રાલયે દેશમાં 42,800 લોકોને કરોડપતિઓ તરીકે ગણાવ્યા છે. અમદાવાદમાં ઇન્કમટેકસ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આવા 4,000 કરોડપતિઓ ગુજરાતમાં છે. આ એવા કેટેગરીના લોકો છે જેમણે પોતાની કરપાત્ર આવક રૂપિયા એક કરોડથી વધુ જાહેર કરી છે. નાણા મંત્રીની જેમ જ આયકરના અધિકારીઓ પણ માને છે કે વાસ્તવિક આંક ઘણો ઉંચો હોઇ શકે છે.

આ ઉપરાંત ગુજરાતમાં અંદાજે 800 બિન કોર્પોરેટ નક્કી થયેલા છે તેઓ પણ કેન્દ્રના નાણા પ્રધાનની સુપર રિચ કેટેગરીમાં આવે છે. આવી કેટેગરીમાં હિન્દુ અવિભકત કુટુંબો (એચયુએફસ), કંપનીઓ અને અન્ય સંસ્થાઓ સામેલ છે. જેમની કરપાત્ર આવક રૂપિયા 1 કરોડથી વધુ છે. એવુ રાજય કે જે દેશની કુલ વસ્તીના માત્ર 5 ટકા સંખ્યા ધરાવે છે. તે ગુજરાત સંપત્તિ અને સધ્ધરતામાં ઘણુ આગળ છે.

વર્ષ 2013-14ના સામાન્ય બજેટમાં ધનિકો ઉપર 10 ટકા 'સુપર રિચ' સરચાર્જ લાદવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. નાણા પ્રધાન ચિદમ્બરમે પોતાના બજેટ ભાષણમાં કહયું હતું કે દેશમાં માત્ર 42,800 વ્યકિતઓ એવા છે જેમણે પોતાની કરપાત્ર આવક વાર્ષિક રૂપિયા એક કરોડથી વધુ હોવાનું માન્યુ છે. આયકર વિભાગના ઉચ્ચ પદસ્થ સુત્રોએ જણાવ્યુ કે ઉચ્ચ આવક ધરાવતા લોકોએ ઓનલાઇન રિટર્ન ફાઇલ કરવુ ફરજીયાત છે.

તેમણે ઉમેર્યુ કે અમારા અનુભવને આધારે અમે એવુ કહી શકીએ કે 12,000 જેટલા નોન કોર્પોરેટ ટેકસ પેપર્સ આ સુપર રિચ સરચાર્જથી અસરગ્રસ્ત બનશે. 4000 જેટલા વ્યકિતગત લોકો એવા છે જેમણે આ કેટેગરીમાં પોતાની કરપાત્ર આવક જાહેર કરી છે. ગુજરાતમાં કર ચુકવતા વ્યકિતગત લોકોની સંખ્યા 29.82 લાખ છે. દેશના કુલ 323.54 લાખ કરદાતાઓમાં આ સંખ્યા 9.2 ટકા છે. ગુજરાતમાં માથાદીઠ આવક જે 2006-07માં રૂપિયા 43,395 હતી તે 2011-12માં વધીને બમણી જેટલી રૂ. 89,668 થઇ છે. તેમ છતાં રાજયને ટેકસની આવકમાં અપેક્ષિત વધારો થયો નથી. 29.82 લાખ કરદાતાઓ ટેકસરૃપે રૂ. 89.20 કરોડ ચુકવે છે. વ્યકિતગતરૃપે ટેકસની રકમ રૂ. 29,912 થાય છે. જે રસપ્રદ રીતે રાષ્ટ્રીય સરેરાશ રૂપિયા 49,337ના અડધા જેટલી છે. રિટર્ન ન ભરતા અને કોઇપણ પ્રકારની કરપાત્ર આવક ન દર્શાવતા લોકો 15 ટકા જેટલા છે.

English summary
Gujarat : 12,000 people monthly earns 1 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X