દિગ્વિજયનો ધડાકો, દેશ ઇચ્છશે તો રાહુલ બનશે પ્રધાનમંત્રી

કોંગ્રેસના મહાસચિવે જણાવ્યું કે 'રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે તેમની પ્રાથમિકતા લોકોનું કલ્યાણ છે. મીડિયાએ માની લીધું કે પ્રધાનમંત્રી બનવું તેમની પ્રાથમિકતા નથી.'
રાહુલ ગાંધીને આવનાર સામાન્ય ચૂંટણીમાં પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પ્રોજેક્ટ કરવાના સંકેત આપતા દિગ્વિજયસિંહે જણાવ્યું કે 'હાલમાં ઉપાધ્યક્ષ બનાવેલા રાહુલે મને કહ્યું હતું કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.'
દિગ્વિજય સિંહે એ પણ જણાવ્યું કે પાર્ટીમાં એ ભાવના મજબૂત થઇ રહી છે કે ગાંધી-નેહરુ પરિવારના મનોનીત પ્રધાનમંત્રી પાસે બે અધિકાર કેન્દ્ર બની જાય છે અને આનાથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. કોંગ્રેસ મહાસચિવ અનુસાર, પાર્ટી નેતાઓનું માનવું છે કે જ પાર્ટીને નિયંત્રિત કરે, તે જ સરકારનો પણ વડો બને.
આવનાર લોકસભા ચૂંણી મોદી વર્સિસ રાહુલ પર હોવાના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે 'અમે સંઘની વિચારધારા સામે લડી રહ્યા છીએ. તેનાથી કોઇ ફર્ક નથી પડતો કે એ વિચારધારાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે. પછી ભલે એ આડવાણી હોય કે રાજનાથસિંહ હોય કે મોદી.'
લોકસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતા પહેલા થવાની સંભાવનાને રદિયો આપતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે 'કોઇ પણ સરકાર પોતાના કાર્યકાળના છેલ્લા 6-8 મહીનામાં અસ્થિર હોય જ છે. નોકરશાહી સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા કરવાથી ઇનકાર કરવા લાગે છે કારણ કે નવી સરકાર હંમેશા આ નિર્ણયોને પલટી નાખે છે.'












Click it and Unblock the Notifications
