નિર્ભયા કેસઃ પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોનો ડેથ વોરન્ટ જાહેર કરવાનો ઈનકાર કર્યો
નિર્ભયા કેસઃ પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોનો ડેથ વોરન્ટ જાહેર કરવાનો ઈનકાર કર્યો
નવી દિલ્હીઃ પટિયાલા હાઉસ કોર્ટમાં શનિવારે નિર્ભયાના દોષિતોને નવેસરથી ડેથ વોરન્ટ જાહેર કરવા મામલે સુનાવણી થઈ. પટિયાલા હાઉસ કોર્ટમાં તિહાર જેલ પ્રશાસને અરજી દાખલ કરી હતી, જેમાં અધિકારીઓએ કહ્યું હતું કે ત્રણ દોષિતોની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે, એવામાં નવું ડેથ વોરન્ટ જાહેર કરવું જોઈએ. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ ડેથ વોરન્ટ જાહેર કરવાનો ઈનકાર કરતા અરજી ફગાવી દીધી.

ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગ કરતી અરજીનેફગાવતા કોર્ટે કહ્યું કે, જ્યારે કાનૂન તેમને જીવવાનો અધિકાર આપે છે, એવામાં દોષિતોને ફાંસી આપવી પાપ છે. આ મામલે અતિરિક્ત સત્ર ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણાની કોર્ટમાં સુનાવણી થઈ. જણાવી દઈએ કે નિર્ભયાના ચારેય દોષી તિહાર જેલમાં બંધ છે. અગાઉ ચારેયને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવનાર હતી પરંતુ કાનૂની વિકલ્પો ઉપસ્થિત હોવાના કારણે દોષિતોની ફાંસી ટળી ગઈ.
દોષિતના વકીલે માંગ કરી હતી કે હજી પણ તેમના કાનૂની વિકલ્પો બચ્યા છે, મુકેશ અને વિનયની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે જ્યારે પવને હજી સુધી સુધારાત્મક અરજી દાખલ કરી નથી. બીજી તરફ નિર્ભયાની મા અને પિતા સતત કહી રહ્યા છે કો દોષી કાનૂનનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે અને ફાંસીમાં વિલંબ કરવા કાનૂની હથકંડા અપનાવી રહ્યા છે.
સાત વર્ષ પહેલા 2012માં દિલ્હીમાં ચાલતી બસમાં પેરામેડિકલની વિદ્યાર્થિની નિર્ભયા સાથે 6 રાક્ષસોએ ગેંગરેપ કર્યો હતો અને પીડિતાને બસ નીચે ફેંકી દીધી હતી. દિલ્હીમાં થયેલી આ હેવાનિયતની ઘટનાથી આખો દેશ ધ્રુજી ઉઠ્યો હતો. કેટલાક દિવસો બાદ જ ઈલાજ દરમિયાન નિર્ભયાએ દમ તોડી દીધો હતો. આ મામલે 4 દોષિતોને મોતની સજા સંભળાવવામાં આવી ચૂકી છે, જ્યારે એક સગીર દોષી સજા કાપી જેલથી બહાર આવી ચૂક્યો છે અને એકે જેલમાં જ આપઘાત કરી લીધો હતો.












Click it and Unblock the Notifications
