For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજેશ-નૂપૂર તલવાર દોષી, સજા આવતીકાલે નક્કી કરાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાજિયાબાદ, 25 નવેમ્બર: સીબીઆઇની વિશેષ કોર્ટ સનસનીખેજ આરૂષિ-હેમરાજ હત્યાકાંડમાં સોમવારે ત્રણ વાગે ચૂકાદો સંભળાવશે. એક વકિલે આ જાણકારી આપી છે. આરૂષિના માતા-પિતા રાજેશ અને નૂપૂર તલવારના વકિલ તનવીર અહેમદ મીરે મીડિયાને જણાવ્યું હતું કે ન્યાયાધીશે કહ્યું છે કે ચૂકાદો બપોરે બે વાગે સંભળાવવામાં આવશે.

upadate

- ગાજિયાબાદની સીબીઆઇ કોર્ટે આરૂષિ-હેમરાજ હત્યાકાંડમાં રાજેશ અને નૂપૂર તલવાર બંનેને દોષી ગણવામાં આવ્યા છે. કોર્ટ મંગળવારે બંનેને સજા સંભળાવશે.

-કોર્ટે રાજેશ અને નૂપૂર તલવારને આઇપીસી કલમ 302, 34, 201 હેઠળ દોષી ગણવામાં આવ્યા છે. રાજેશ તલવારને સેક્શન 203 હેઠળ પણ દોષી ગણવામાં આવ્યા છે.

-વકિલે કોર્ટ પરિસર બહાર મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે દોષી ગણાવતાં રાજેશ અને નૂપૂર તલવાર રડવા લાગ્યા હતા. કોર્ટમાં 15-16 લોકો હાજર હતા. રાજેશ અને નૂપૂર તલવારને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમને ડાસના જેલમાં મોકલવામાં આવ્યા છે.

- ન્યાયધીશ એસ લાલે 3:25 ચૂકાદો સંભાવ્યો હતો.

- રાજેશ અને નૂપૂર તલવારે એક પત્ર દ્વારા મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે અમે નિર્દોષ છે. હજુ આગળ અમારી લડાઇ ચાલુ રહેશે.

ચૂકાદા વિશે કોઇ સંભાવના પર તેમના વલણ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મીરે કહ્યું હતું કે તેમના અસીલ વિરૂદ્ધ કોઇ પુરાવા નથી અને તે નિર્દોષ છુટી જશે. તેમને એ પણ કહ્યું હતું કે ચૂકાદો સાંભળવા માટે તલવાર દંપતિ કોર્ટ પરિસરમાં જ રહેશે.

arushi-talwar .jpg

ચર્ચિત હત્યાકાંડ કેસમાં આવનાર ચૂકાદાને ધ્યાનમાં રાખતાં રાજ્ય પોલીસે કોર્ટની આસપાસ સુરક્ષાની કડક વ્યવસ્થા કરી દિધી છે. ગાજિયાબાદના વિશેષ ન્યાયાધીશ શ્યામલાલ ચૂકાદો સંભળાવશે. આ કેસ 15 મે 2008નો છે. જ્યારે નોઇડા નિવાસી રાજેશ અને નૂપૂર તલવારના ઘરમાં તેમની 14 વર્ષીય પુત્રી આરૂષિ અને તેમના નોકર હેમરાજની લાશ મળી આવી હતી.

તલવાર દંપતિ પર હત્યા અને પુરાવા નષ્ટ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. રાજેશ તલવાર પર નોઇડા પોલીસમાં બનાવટી એફઆરઆઇ દાખલ કરાવવા બદલ ભારતીય દંડ સંહિતા કલમ 203 વધારાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેને કવર કરવા માટે મીડિયાકર્મીઓની ભીડ જામી છે. આ કેસની તપાસ પહેલાં ઉત્તર પ્રદેશની પોલીસ કરી હતી, પરંતુ ઘટનાના 15 દિવસ બાદ 31 મે 2008ના રોજ આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો.

તલવાર દંપતિ વિરૂદ્ધ 25 મે, 2012ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો, અને ત્યારબાદ સુનાવણી શરૂ થઇ હતી. બંને વિરૂદ્ધ કોઇ પ્રત્યક્ષ પુરાવા ન હોવાથી સીબીઆઇ પરિસ્થિતીજન્ય સાક્ષ્ય પર આધારિત છે.

કોઇ અન્ય આમાં સામેલ હોવાના પુરાવા ન મળતાં સીબીઆઇએ તલવાર દંપતિને હત્યારા માનવામાં આવ્યા છે. સીબીઆઇના અનુસાર ઘટના દરમિયાન મકાન નંબર એલ-32માં ફક્ત ચાર લોકો જ હાજર હતા, જેમાં બેની હત્યા કરવામાં આવી હતી.

સીબીઆઇ વકીલ આર કે સૈનીએ એમ કહ્યું છે કે ઘટના દરમિયાન અન્ય બહારના વ્યક્તિના પુરાવા નથી મળ્યા, આરૂષિની લાશ સાથે છેડતી કરવામાં આવી છે અને હેમરાજની લાશને ધાબા પર છુપાવવામાં આવી હતી.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/AmzMgxgGZco?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Aarushi-Hemraj double murder case: Ghaziabad court holds Rajesh Talwar and Nupur Talwar guilty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X