કેશ ફોર વોટમાં તપાસ આગળ વધારો : કોર્ટ

વિશેષ ન્યાયાધીશ સંગીતા ઢીંગરા સહેગલે પોલીસને નિર્દેશ કર્યો છે કે તે ધનના સ્રોતની તપાસ કરે અને આ સાથે સંકળાયેલી તમામ શક્યતાઓની ચકાસણી કરે. આ ઉપરાંત તેમણે પોલીસને છ મહિનાની અંદર વધારાનું આરોપનામુ દાખલ કરવા પણ જણાવ્યું છે.
આ આદેશ ભાજપ સાંસદ અને આરોપી ફગનસિંહ કુલસ્તેની અરજી પર કરવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે આ કેસની તપાસ કરાવી શકાય કે આ કાંડના ખરા લાભાર્થી કોણ છે.
અદાલતે જણાવ્યું કે "રેકોર્ડમાં કોર્ટ સમક્ષ આવેલા તથ્યો અને પરિસ્થિતિઓને જોતા કોર્ટની સુવિચારિત ધારણા છે કે તપાસ એજન્સીને નિષ્પક્ષ અને વિસ્તૃત રીતે દરેક પાસાની તપાસ કરવી જોઇએ કે તેમાં કોઇ ખામી ના રહે. તપાસથી તમામ આશંકાઓ દૂર થવી જોઇએ, જેથી લોકોના મનમાં વિશ્વાસ સ્થાપિત કરી શકાય."












Click it and Unblock the Notifications
