આકાશ વિજયવર્ગીયના જામીન પર કોર્ટે સુનાવણીનો ઈનકાર કર્યો

આકાશ વિજયવર્ગીયના જામીન પર કોર્ટે સુનાવણીનો ઈનકાર કર્યો

ઈન્દોરઃ નગર નિગમના અધિકારી સાથે મારપીટના મામલે ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની જામીન અરજી બુધવારે ફગાવી દેવામાં આવી હતી. જે બાદ ગુરુવારે ઈન્દોર કોર્ટ આકાશ વિજયવર્ગીયના મામલે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે આ મામલાને ભોપાલમાં જનપ્રતિનિધિઓ માટે બનેલ ક્રિમિનલ કોર્ટ માટે ટ્રાન્સફર કરી દીધો છે. હવે ત્યાં જ આ મામલાની સુનાવણી થશે.

bjp

જણાવી દઈએ કે ગુરુવારે જ્યારે આ મામલાની ઈન્દોર કોર્ટમાં સુનાવણી શરૂ થઈ તો નગર નિગમે કોર્ટમાં વાંધો ઉઠાવતા કહ્યું હતું કે ઘારાસભ્યના આ મામલાની સુનાવણી ભોપાલની વિશેષ કોર્ટમાં થવી જોઈએ. કેમ કે ભોપાલમાં જન પ્રતિનિધિઓના મામલાની સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટ છે. જે બાદ જિલ્લા જજે મામલાને એસસી-એસટીના વિશેષ જજ બીકે દ્વિવેદીને ત્યાં સ્થળાંતરિત કરી દીધી.

જણાવવામાં આવી રહ્યુ્ં છે કે નગર નિગમ તેમની જામીનનો વિરોધ કરી કર્યો હતો. નિગમે કોર્ટમાં આકાશ વિજયવર્ગીય વિરુદ્ધ 7 પેજની આપત્તિ લગાવી હતી. જ્યારે આ મામલે નગર નિગમ તરફથી 20 વકીલ કોર્ટમાં હતા. આ દરમિયાન કોર્ટ પરિસરમાં ગરમાગરમી પણ જોવા મળી. બીજી બાજુ બપોરે ધારાસભ્યના ભાઈ કલ્પેશ વિજયવર્ગીય તેમને મળવા જેલ પહોંચ્યા હતા. જેલ બહાર આવી તેમણે કહ્યું હતું કે ભાઈ બિલકુલ ઠીક છે. તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

જણાવી દઈએ કે નગર નિગમના અધિકારીઓને ક્રિકેટ બેટથી પીટવાના મામલામાં ધરપકડ બાદ ભાજપી ધારાસભ્યને બુધવારે અહીં પ્રથમ શ્રેણીની ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. અદાલતે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આકાશ વિજયવર્ગીયની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેમને 11 જુલાઈ સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X