કોવેક્સીનને હજુ જોવી પડશે રાહ, WHOએ ન આપી મંજૂરી, ભારત બાયોટેક પાસે માંગી વધુ માહિતી

ભારત બાયોટેક દ્વારા નિર્મિત વેક્સીન કોવેક્સીનને વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ) પાસેથી મંજૂરી માટે હજુ વધુ રાહ જોવી પડશે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસ સામે ભારતમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલી ભારત બાયોટેક દ્વારા નિર્મિત વેક્સીન કોવેક્સીનને વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ) પાસેથી મંજૂરી માટે હજુ વધુ રાહ જોવી પડશે. મંગળવારે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ડબ્લ્યુએચઓ કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેશે પરંતુ સંસ્થા તરફથી રસીને લઈને નિર્માતા ભારત બાયોટેક પાસે વધુ સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યુ છે. 26 ઓક્ટોબરે ડબ્લ્યુએચઓની ટેકનિકલ સલાહકાર સમિતિએ કોવેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા માટે સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લીધો.

Covaxin

તમને જણાવી દઈએ કે ભારતમાં હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ પોતાની વિકસિત કરેલી વેક્સીન કોવેક્સીનને ઈમરજન્સી ઉપયોગ સૂચિ (ઈયુએલ)માં શામેલ કરવા માટે આ વર્ષ 19 એપ્રિલના રોજ ડબ્લ્યુએચઓને ઈઓઆઈ રજૂ કર્યુ હતુ. જો કે આટલા મહિના પછી પણ અત્યાર સુધી રસીને વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી મંજૂરી મળી શકી નથી. મંગળવારે થયેલી બેઠકમાં કોવેક્સીનને લઈને કરવામાં આવેલી પરીક્ષણો અંગે નિર્માતા કંપની પાસે વધુ માહિતીઓ માંગવામાં આવી. હવે આગલી બેઠક 3 નવેમ્બરે થશે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ વેક્સીન પર બોલતા ડબ્લ્યુએચઓએ કહ્યુ, 'ઈમરજન્સી ઉપયોગ સૂચિમાં શામેલ કરવા માટે ટેકનિકલ સલાહકાર સમૂહે નિર્ણય લીધો છે કે વેક્સીનને વૈશ્વિક ઉપયોગ માટે અંતિમ ઈયુએલ 'જોખમ-લાભ મૂલ્યાંકન' કરવા માટે ભારત બાયોટેક કંપની પાસેથી વેક્સીનને લઈને વધુ માહિતીની જરૂર છે.' આશા રાખવામાં આવી રહી છે કે ટીએજી એક્સપર્ટને આ સપ્તાહના અંત સુધી ભારત બાયોટેક પાસેથી વધુ માહિતી મળી જશે. બુધવારે, 3 નવેમ્બરે જોખમ-લાભ મૂલ્યાંકન માટે ફરીથી બેઠક થશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ડબ્લ્યુએચઓ કોવેક્સીનને લઈને ઘણી વાર ભારત બાયોટેક પાસેથી માહિતી માંગી ચૂક્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X