For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid-19: ઑક્સિજન માટે વારંવાર ચેતવણી છતાં કેન્દ્ર સરકારે કરી જાનલેવા બેદરકારી, હવે અટકી રહ્યા છે શ્વાસ

કોરોના વાયરસ પર સૌથી મોટી અને જાનલેવા બેદરકારીનો ખુલાસો થયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ પર સૌથી મોટી અને જાનલેવા બેદરકારીનો ખુલાસો થયો છે. ખુલાસો થયો છે કે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જ કેન્દ્ર સરકારને ઑક્સિજનની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યુ હતુ પરંતુ સરકારે ઑક્સિજનની વ્વયસ્થા કરવામાં બેદરકારી દાખવી. સરકારે એલર્ટ બાદ પણ ઑક્સિજનની વ્યવસ્થા કરવાની જહેમત ન ઉઠાવી. ઑક્સિજનની મુશ્કેલી માટે ઘણી વાર ચેતવણી જાહેર કરવામાં આવી, વારંવાર એલર્ટ આપવામાં આવી પરંતુ દેશની સરકારને લોકોને જિંદગી સાથે જાણે કોઈ નિસ્બત જ નહોતી. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્યની સરકારોએ પણ ઑક્સિજનની વ્યવસ્થા કરવાની કોશિશ ન કરી.

ઑક્સિજન પર જાનલેવા બેદરકારી

ઑક્સિજન પર જાનલેવા બેદરકારી

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ગયા વર્ષે એપ્રિલમાં ચેતવણી જાહેર કરીને કહેવામાં આવ્યુ હતુ કે દેશમાં ઑક્સિજનની ભારે મુશ્કેલી થઈ શકે છે અને ઑક્સિજનની મુશ્કેલીના કારણે લોકોના જીવ જઈ શકે છે. આ ચેતવણી એપ્રિલમાં જાહેર કર્યા બાદ ફરીથી ગયા વર્ષે નવેમ્બરમાં જાહેર કરવામાં આવી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ હતુ કે કોરોના વાયરસની બીજી લહેર ક્યારેય પણ આવી શકે છે માટે હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં ઑક્સિજન સિલિન્ડરોની વ્યવસ્થા કરી લેવી જોઈએ તેમછતાં સરકારોએ દેશની જનતાને મરવા માટે છોડી દીધી. અધિકારીઓની એક હાઈ લેવલ કમિટીએ વૉર્નિંગ જાહેર કરી હતી કે દેશમાં વહેલી તકે ઑક્સિજનની વ્યવસ્થા કરવાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ પરંતુ સરકાર તરફથી ઑક્સિજનના સિલિન્ડરોની ઉપલબ્ધતા માટે એ સ્તરની કોશિશ કરવામાં આવી નહિ જેટલી કોશિશ કરવી જોઈતી હતી.

ઑક્સિજન પર પહેલી ચેતવણી

ઑક્સિજન પર પહેલી ચેતવણી

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ગયા વર્ષે જ્યારે આખા દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ તે પછી અધિકારીઓના એક જૂથે સરકારને અલાર્મ જાહેર કરીને પૂરતી માત્રામાં ઑક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવા માટે કહ્યુ હતુ. અધિકારીઓના આ ગ્રુપનુ નિર્માણ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવ્યુ હતુ જેમનુ કામ દેશભરમાં કોરોના વાયરસ વિશે ચેતવણી જાહેર કરવી, વ્યવસ્થાની સમીક્ષા કરવી અને કોરોના વાયરસ માટે સલાહ આપવાનુ હતુ. આ ગ્રુપે દેશભરની સરકારોને ઑક્સિજનની વ્યવસ્થા કરવા માટે કહ્યુ હતુ, બે-બે વાર કાયદેસર ચેતવણી જાહેર કરી હતી પરંતુ સરકારોએ... ભલે દેશની સરકાર હોય કે રાજ્યની સરકારો હોય, કોઈએ પણ લોકોના જીવ બચાવવાની કોશિશ કરી નહિ. અધિકારીઓના આ ગ્રુપે પહેલી ચેતવણી 1 એપ્રિલ 2020એ જાહેર કરી હતી.

ઈમ્પાવર્ડ ગ્રુપની ચેતવણી પર ચેતવણી

ઈમ્પાવર્ડ ગ્રુપની ચેતવણી પર ચેતવણી

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ઈમ્પાવર્ડ ગ્રુપ-6ને કેન્દ્ર સરકાર તરફથી પ્રાઈવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર, ઈન્ટરનેશનલ એજન્સીસ, એનજીઓ સાથે કો-ઑર્ડિનેટ કરીને દેશ માટે પ્લાનિંગ અને સલાહ આપવા માટે રચવામાં આવી હતી જેણે ઑક્સિજન માટે રેડ સિગ્નલ બતાવ્યુ હતુ. આ ગ્રુપમાં શામેલ અધિકારીઓએ પોતાના રિપોર્ટમાં કહ્યુ કે, 'આવનારા દિવસોમાં ભારતમાં ઑક્સિજનની ભારે અછત સર્જાઈ શકે છે, આના માટે સીઆઈઈએ તાત્કાલિક ઈન્ડિયન ગેસ એસોસિએશનનો સંપર્ક કરીને ઑક્સિજનની મુશ્કેલીનુ સમાધાન કરવુ જોઈએ.' આ મીટિંગની અધ્યક્ષતા નીતિ પંચના સીઈઓ અમિતાભ કાંતે કરી હતી જેમાં ભારતના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝરના વિજય રાઘવન, ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના સેક્રેટરી, એનડીએમએના સભ્ય કમલ કિશોર અને ભારત સરકારના અડધા ડઝનથી વધુ અધિકારી શામેલ હતા. આ મીટિંગમાં પ્રધાનમંત્રી ઑફિસના અધિકારી, વિદેશ વિભાગના અધિકારી, ગૃહ મંત્રાલયના અધિકારી, કેબિનેટ સેક્રેટિએટના અધિકારી, અડધા ડઝનથી વધુ ઉદ્યોગોના પ્રતિનિધિ પણ શામેલ હતા. આ બધા મોટા અધિકારીઓ ઉપરાંત ગયા વર્ષે એપ્રિલમાં થયેલી મીટિંગમાં સીઆઈઆઈ ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જી પણ શામેલ હતા.

ઑક્સિજન પર એલર્ટ બેઅસર

ઑક્સિજન પર એલર્ટ બેઅસર

અધિકારીઓના આ સમૂહે સરકારને વહેલી તકે ઑક્સિજનની મુશ્કેલી દૂર કરવા માટે ચેતવણી આપી હતી પરંતુ સરકારો તરફથી ઑક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી નહિ. વળી, આ ગ્રુપમાં શામેલ એક અધિકારીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યુ છે કે 'ઑક્સિજનની મુશ્કેલી પર ચેતવણી બાદ એ નક્કી કરવામાં આવ્યુ હતુ કે ડીપીઆઈઆઈટી ઑક્સિજનની સપ્લાયની વ્યવસ્થા કરશે.' તમને જણાવી દઈએ કે ડીપીઆઈઆઈટીનો અર્થ ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ છે જે મિનિસ્ટ્રી ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં આવે છે જેમના પ્રમુખ પિયુષ ગોયલ છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ઈમ્પાવર્ડ ગ્રુપ ઑફ ઑફિસર્સની મીટિંગના 9 દિવસો બાદ ડીપીઆઈઆઈટીના અધિકારીઓની મીટિંગ થઈ હતી પરંતુ આ મીટિંગમાં શું નક્કી કરવામાં આવ્યુ તે જણાવવાની ડીપીઆઈઆઈટીના અધિકારીઓએ સ્પષ્ટ ના પાડી દીધી.

વારંવાર એલર્ટ પર બેદરકારી ચાલુ રહી

વારંવાર એલર્ટ પર બેદરકારી ચાલુ રહી

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઈમ્પાવર્ડ ગ્રુપ ઑફ ઑફિસર્સ ઉપરાંત પણ પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ કમિટી ઑન હેલ્થે પણ ઑક્સિજન માટે એલર્ટ જાહેર કરી હતી અને કેન્દ્ર સરકારને કહ્યુ હતુ કે તે વહેલી તકે હોસ્પિટલો માટે ઑક્સિજનની વ્યવસ્થા કરે. એલર્ટમાં કેન્દ્ર સરકારને કહેવામાં આવ્યુ હતુ કે હોસ્પિટલોમાં પહેલેથી જ ઑક્સિજનની કમી છે માટે ઑક્સિજન ઉપલબ્ધતા પર ધ્યાન આપવામાં આવે. 16 ઑક્ટોબર 2020એ સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવની અધ્યક્ષતામાં સંસદીય સમિતિની બેઠક થઈ હતી જેમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ પણ શામેલ હતા. આ કમિટીએ સરકારને મેડિકલ ઑક્સિજનની વ્યવસ્થા કરવા માટે કહ્યુ હતુ. સમિતિ તરફથી સરકારને કહેવામાં આવ્યુ હતુ કે જો યોગ્ય સમયે ઑક્સિજનની વ્યવસ્થા થઈ જાય તો તેના સારા પરિણામ જોવા મળી શકશે.

કોરોનાનો કહેરઃ 24 કલાકમાં રેકૉર્ડ 3,32,730 નવા કેસ, 2263 મોતકોરોનાનો કહેરઃ 24 કલાકમાં રેકૉર્ડ 3,32,730 નવા કેસ, 2263 મોત

બેદરકારીનુ પરિણામ

બેદરકારીનુ પરિણામ

દેશમાં ઑક્સિજન માટે હાહાકાર મચેલો છે. રોજ સેંકડો લોકો ઑક્સિજન વિના મરી રહ્યા છે. પૂણે સ્થિત મહર્તા ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચરના અધ્યક્ષ સુધીર મહેતાએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યુ છે કે, 'અમને ડર છે કે ભવિષ્યમાં માત્ર અફસોસ કરવાનો રહેશે કે આપણે ઑક્સિજનની મુશ્કેલીને દૂર કરવા માટે જેટલુ કરવુ જોઈતુ હતુ તે કર્યુ નહિ, જ્યારે કોરોના વાયરસની પહેલી લહેરમાં જ ખબર પડી ગઈ હતી કે કોરોના દર્દીઓ માટે ઑક્સિજન કેટલો વધુ જરૂરી છે. એ એકદમ સાચી વાત છે કે એક વર્ષ પછી ઑક્સિજનનુ પ્રોડક્શન શરૂ કરવાાં આવ્યુ છે પરંતુ અમને લગભગ 5થી 6 મહિનાનો સમય કોઈ પણ કિંમતે ઈમરજન્સીની સ્થિતિમાં ઑક્સિજન સપ્લાય કરવા માટે જોઈએ.'

English summary
Covid-19: Despite repeated warning for oxygen, central government is becoming careless
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X