For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid-19 in India: ગત 24 કલાકમાં ભારતમાં 18177 નવા કેસ

દેશમાં કોરોનાની ગતિ ધીમી જરૂર પડી છે પરંતુ તેનો પ્રકોપ નથી ઘટ્યો, રવિવારે સવારે જાહેર આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં કોરોનાવાયરસ સંક્રમણના 18177 નવા મામલા સામે આવ્યા છે,

|
Google Oneindia Gujarati News

Covid 19 Update in India: દેશમાં કોરોનાની ગતિ ધીમી જરૂર પડી છે પરંતુ તેનો પ્રકોપ નથી ઘટ્યો, રવિવારે સવારે જાહેર આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં કોરોનાવાયરસ સંક્રમણના 18177 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 217 લોકોના મોત થયાં છે, નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 3 લાખ 23 હજાર 965 થઈ ગઈ છે. 217 નવાં મોત બાદ કુલ મોતની સંખ્યા 1,49,435 થઈ. દેશમાં સક્રિય મામલાની સંખ્યા હવ 2,47,220 છે અને સાજા થયેલા મામલાની કુલ સંખ્યા 99,27,310 છે.

કોરોનાના કહેર વચ્ચે સૌકોઈ આતુરતાથી કોરોના વેક્સીનનો ઈંતેજાર કરી રહ્યા છે. આ દરમ્યાન આજે કોરોના વેક્સીનને લઈ દેશમાં મોટું એલાન થઈ શકે છે. ડ્રગ એન્ડ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ આજે સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી છે. ઉમ્મીદ જતાવવામાં આવી રહી છે કે આ પ્રેસ કોન્ફ્રન્સ દરમ્યાન સરકાર વેક્સીનને લઈ મોટું એલાન કરી શકે છે.

ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ ભારતના કેન્દ્રીય ઔષધિ પ્રાધિકરણની એક નિષ્ણાંત સમિતિએ ભારત બાયોટેકની સ્વદેશી રસી કોવેક્સીનને કેટલીક શરતો સાથે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરીની ભલામણ કરી છે. આ ઉપરાંત સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે પણ ભલામણ કરવામાં આવી છે. આ બંને ભલામણ સેંટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી દ્વારા DCGI પાસે મોકલવામાં આવી છે.

કોઈપણ મામલે સમજૂતી ના કરી શકાય

કોઈપણ મામલે સમજૂતી ના કરી શકાય

નોંધનીય છે કે અગાઉ સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું હતું કે બ્રિટેન અને અમેરિકામાં કોરોના વાયરસ વેક્સીનની રસી લોકોને આપવી શરૂ થઈ ગઈ છે. હવે જલદી જ ભારતમાં પણ કોરોનાવાયરસની રસી આપવી શરૂ થઈ જશે. અમારી પ્રાથમિકતા સુુરક્ષા અને વેક્સીનના પ્રભાવને લઈને છે. કોઈપણ મામલે અમે સમજૂતી ના કરી શકીએ.

કોરોનાનો ખરાબ સમય ચાલ્યો ગયો

કોરોનાનો ખરાબ સમય ચાલ્યો ગયો

જ્યારે હેલ્થ મિનિસ્ટરને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં કોરોનાનો સૌથી ખરાબ સમય ચાલ્યો ગયો છે તો તેના પર સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે હા આવું વિચારી શકાય. આ સમયે આખા ભારતમાં ત્રણ લાખ એક્ટિવ કેસ છે, થોડા મહિના પહેલાં આપણી પાસે 10 લાખ એક્ટિવ કેસ હતા, જો 1 કરોડ કુલસંક્રમિત કેસની વાત કરવામાં આવે તો તેમાં 95 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. આપણો રિકવરી રેટ સૌથી સારો છે પરંતુ ખતરો ટળ્યો નથી એવામાં બધાએ સાવધાની વરતવાની જરૂરત છે.

ઠંડથી થરથરીયું ઉત્તર ભારત, આ રાજ્યોમાં અલર્ટ જાહેરઠંડથી થરથરીયું ઉત્તર ભારત, આ રાજ્યોમાં અલર્ટ જાહેર

English summary
Covid-19 in India: 18177 new cases registered in last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X