For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂ યર પર કોવિડ-19 વેક્સીનને મળી શકે છે મંજૂરી, દેશના ડ્રગ્ઝ કંટ્રોલરે આપ્યા સંકેત

ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ડર વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Covid-19 Vaccine Update: ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ડર વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે દેશની ડ્રગ્ઝ કંટ્રોલ ઑથોરિટી(Drugs Control Authority)એ સંકેત આપ્યા છે કેે કોવિડ-19 વેક્સીનને જલ્દી મંજૂરી મળી શકે છે. ડ્રગ્ઝ કંટ્રોલર જનરલ ડૉ. વીજી સોમાણી(Dr. VG Somani)એ આજે એક વેબીનારમાં કહ્યુ કે સંભવતઃ નવા વર્ષ સાથે આપણા હાથમાં કંઈક ખાસ હશે. તમને જણાવી દઈએ કે સોમાણીનુ આ નિવેદન કોવિડ-19 વેક્સીન(Coronavirus Vaccine)ની ઈમરજન્સી અપ્રૂવલ માટે કાલે યોજાનારી વિશેષજ્ઞ પેનલની એક મહત્વની બેઠક પહેલા આવ્યુ છે.

sptnik

આ પહેલા આજે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક કાર્યક્રમ દરમિયાન દેશને સંબોધિત કરીને કહ્યુ હતુ કે ભારતમાં ટૂંક સમયમાં કોરોના વેક્સીનને મંજૂરી મળવાની છે. પીએમ મોદીએ નવા વર્ષમાં કોરોના સામેની લડાઈમાં નવો મંત્ર 'દવા પણ કડકાઈ પણ' આપ્યો. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વેક્સીનની ઈમરજન્સી અપ્રૂવલ માટે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા(Serum Institute of India) અને ભારત બાયોટેકે અરજી કરી હતી. જો કે હજુ સુધી સરકાર તરફથી મંજૂરી મળી નથી.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

આ અંગે સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઈઝેશન(CDSCO)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી(SEC)તરફથી બુધવારે ફાઈઝર, સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા(એસઆઈઆઈ) અને ભારત બાયોટેક પ્રાઈવેટ લિમિટેડના ઈમરજન્સી ઉપયોગના અનુરોધ પર વિચાર કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. બુધવારની મીટિંગમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને મળેલા વધુ ડેટા પર વિચાર-વિમર્શ કર્યો. કંપનીઓએ જે વધુ ડેટા સોંપ્યો છે તેની સમીક્ષા કરવામાં આવી. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આગામી મીટિંગ 1 જાન્યુઆરીએ થશે.

ઓવર સ્પીડિંગ અને મોબાઈલ પર વાત કરતા પકડાયા તો લાયસન્સ રદઓવર સ્પીડિંગ અને મોબાઈલ પર વાત કરતા પકડાયા તો લાયસન્સ રદ

English summary
Covid-19 vaccine may get approval soon, Drug Control Authority signs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X