For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાળા-કોલેજો અને ધાર્મિક કાર્યક્રમો માટે 15 મે સુધી લૉકડાઉન લંબાવાની ભલામણ

કોરોના વાયરસ માટે રચાયેલ મંત્રીઓના જૂથે શાળા-કોલેજો અને ધાર્મિક સ્થળોને 14 એપ્રિલ બાદ આગામી ચાર અઠવાડિયા સુધી બંધ રાખવાની ભલામણ કરી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ માટે રચાયેલ મંત્રીઓના જૂથે શાળા-કોલેજો અને ધાર્મિક સ્થળોને 14 એપ્રિલ બાદ આગામી ચાર અઠવાડિયા સુધી બંધ રાખવાની ભલામણ કરી છે. સૂત્રો મુજબ મંત્રીઓના જૂથનુ કહેવુ છે કે લૉકડાઉન 14 એપ્રિલથી આગળ લંબાવી શકાય નહિ તો પણ આ ગતિવિધિઓ 15 મે સુધી બંધ જ રહેવી જોઈએ.

4 અઠવાડિયા સુધી સામાન્ય ગતિવિધિ શરૂ કરવાની અનુમતિ નહિ

4 અઠવાડિયા સુધી સામાન્ય ગતિવિધિ શરૂ કરવાની અનુમતિ નહિ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની બેઠક થઈ જેમાં કહેવામાં આવ્યુ કે વર્તમાન સ્થિતિને જોતા ધાર્મિક સ્થળો પર કાર્યક્રમ, શોપિંગ મૉલ અને શૈક્ષણિક સંસ્થાઓને 14 એપ્રિલે ખતમ થઈ રહેલ લૉકડાઉન બાદ પણ કમસે કેમ 4 અઠવાડિયા સુધી સામાન્ય ગતિવિધિ શરૂ કરવાની અનુમતિ ન આપવી જોઈએ. વાસ્તવમાં આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત ઘણા મંત્રી શામેલ થયા.

લૉકડાઉન લંબાવવા પર વિચાર

લૉકડાઉન લંબાવવા પર વિચાર

બીજી તરફ વર્તમાન સ્થિતિને જોતા મધ્ય પ્રદેશ સહિત 8 રાજ્યોની સરકારોએ કેન્દ્રને 14 એપ્રિલ બાદ લૉકડાઉન લંબાવવાની માંગ કરી છે. હાલના દિવસોમાં કોરોના વાયરસના કેસોમાં ગતિ આવી છે જેને જોતા રાજ્ય સરકારો કેન્દ્રને લૉકડાઉન લંબાવવાની અપીલ કરી રહી છે. લૉકડાઉન ખતમ કરવા પર અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે. સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોની ભલામણ પર લૉકડાઉન લંબાવવા પર વિચાર કરી રહી છે અન જલ્દી આના વિશે અધિકૃત માહિતી સામે આવી શકે છે. તમને જણાવી દઈએ કે 14 એપ્રિલે લૉકડાઉન સમાપ્ત થઈ રહ્યુ છે.

દેશમાં મૃતકોની સંખ્યા 124

દેશમાં મૃતકોની સંખ્યા 124

છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 508 નવા કેસ સામે આવ્યા છે અને 13 નવા મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસ વધીને 4789 થઈ ગયા છે. આમાંથી 4312 એક્ટિવ કેસ છે જ્યારે આ વાયરસના સંક્રમણથી અત્યાર સુધી 353 લોકો સ્વસ્થ થયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી આ વાયરસના સંક્રમણથી મૃતકોની સંખ્યા 124 થઈ છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં 1000ને પાર થઈ કોરોના સંક્રમિતોની સંખ્યા, સૌથી વધુ કેસ મુંબઈમાંઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં 1000ને પાર થઈ કોરોના સંક્રમિતોની સંખ્યા, સૌથી વધુ કેસ મુંબઈમાં

English summary
covid19: Group of Ministers proposed educational institutions should be closed for another 4 weeks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X