For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના પર 93% અસરકારક છે કોવિશીલ્ડ વેક્સીન, મોતના જોખમને પણ 98% સુધી ઘટાડે છેઃ અભ્યાસ

કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે ભારતમાં કોવિશીલ્ડ કોરોના સામે 93 ટકા સફળ છે જ્યારે આ વેક્સીનના બંને ડોઝ કોરોના સંક્રમણથી મોતના જોખમને 98 ટકા સુધી ઘટાડી દે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કૉલેજ(AFMC)ના એક અભ્યાસનો હવાલો આપીને કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે ભારતમાં કોવિશીલ્ડ કોરોના સામે 93 ટકા સફળ છે જ્યારે આ વેક્સીનના બંને ડોઝ કોરોના સંક્રમણથી મોતના જોખમને 98 ટકા સુધી ઘટાડી દે છે. સરકારે જણાવ્યુ કે અભ્યાસમાં જે પરિણામો આવ્યા છે તે કોરોનાના ડેલ્ટા વેરિઅંટ સામે છે. મંગળવારે નીતિ આયોગના સભ્ય ડૉક્ટર વીકે પૉલે આ અભ્યાસના પરિણામોનો ઉલ્લેખ કરીને જણાવ્યુ કે આ અભ્યાસ 15 લાખ ડૉક્ટરો અને ફ્રંટલાઈન વર્કરો પર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ, 'જેમણે કોવિશીલ્ડ વેક્સીનનો ડોઝ લગાવ્યો હતો તેમાં 93 ટકા સુરક્ષા જોવા મળી, જ્યારે મોતના જોખમને આ વેક્સીનને 98 ટકા ઘટાડી દીધી.'

vaccine

પૂરી ગેરેન્ટી નથી પરંતુ વેક્સીન જરૂરીઃ વીકે પૉલ

વીકે પૉલે આ દરમિયાન રસીકરણનુ મહત્વ જણાવીને કહ્યુ કે કોરોનાની બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિઅંટનો કહેર જોવા મળ્યો હતો, આ અભ્યાસ એ વખતે કરવામાં આવ્યો છે. કોરોના સામે લડાઈ એકમાત્ર હથિયાર રસીકરણ જ છે. તેમણે કહ્યુ કે રસીકરણ જ સંક્રમણને ઘટાડી શકે છે. જો કે તેમણે એ કહ્યુ કે રસીકરણ સંક્રમણથી બચવાની પૂરી ગેરેન્ટી નથી, વેક્સીન લીધા બાદ પણ તમારે કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરવાનુ છે.

તેમણે કહ્યુ કે કોરોના સામે કોઈ વેક્સીન પૂર્ણ ગેરેન્ટી નથી આપતી પરંતુ એ જરૂર છે કે સંક્રમણના ગંભીર પરિણામોથી તમને જરૂરી બચાવે છે, માટે હું તમને અનુરોધ કરીશ કે વેક્સીન પર ભરોસો કરો અને જલ્દીમાં જલ્દી રસી લગાવો. તમને જણાવી દઈએ કે ભારતમાં ઑક્સફૉર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની રસીના નામ કોવિશીલ્ડ છે અને ભારતમાં આ વેક્સીનનુ નિર્માણ સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા કરી રહ્યુ છે. વળી, ભારત બાયોટેકની કોવેક્સીન પણ ભારતમાં લગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત રશિયાની સ્પૂતનિક વીનુ રસીકરણ પણ દેશમાં શરૂ થઈ ગયુ છે.

English summary
Covishield 93 percent effective on coronavirus and 98 percent mortality reduction, says study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X