સીપી જોશીએ આપ્યું રાજીનામું, સોમવારે મંત્રીમંડળમાં ફેરબદલ

મંત્રીઓના રાજીનામાથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ નક્કી માનવામાં આવે છે. સોમવારે સાંજે સાડા ચાર વાગે કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવી શકે છે. તેમાં કેટલાક કેબિનેટ મંત્રીઓને પાર્ટીની જવાબદારી સોંપવામાં આવી શકે છે અને સાથે કેટલાક નવા ચહેરાઓ કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે સજ્જન સિંહ વર્મા, પ્રેમચંદ ગુડ્ડૂ સહિત કેટલાક યુવા ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.
આ પહેલાં શનિવારે સાંજે કેન્દ્રીય આવાસ અને ગરીબી ઉન્મૂલ મંત્રી અજય માકને પણ મંત્રી પદેથી રાજીનામું આપી દિધું છે. અજય મકાન આ પહેલાં ખેલમંત્રી પણ રહી ચૂક્યાં છે. અજય માકનના રાજીનામાને વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દિલ્હીમાં કોંગ્રેસની ખરાબ સ્થિતી દરમિયાન અજય માકનને લાવવાની તૈયારી છે.












Click it and Unblock the Notifications
