Video: 15 કિલો વજન ઘટાડીને મોહમ્મદ શમીની પત્ની મોડેલિંગમાં પાછી ફરી
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ફરી એકવાર સમાચારોમાં છે. હસીન જહાં ફરી એકવાર મોડેલિંગ અને એક્ટિંગ તરફ પાછી ફરી રહી છે.
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ફરી એકવાર સમાચારોમાં છે. હસીન જહાં ફરી એકવાર મોડેલિંગ અને એક્ટિંગ તરફ પાછી ફરી રહી છે. લગભગ 4 વર્ષ પહેલા મોડેલિંગની દુનિયાને અલવિદા કહેનાર હસીન જહાં ઘ્વારા મુંબઈમાં એક ફોટોશૂટ કરાવવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખુબ જ જલ્દી હસીન જહાં ફિલ્મોમાં પણ જોવા મળશે.

4 વર્ષ પછી મોડેલિંગ
હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ઘણા સંઘર્ષ પછી મોડેલિંગ મળી હતી. તેને કહ્યું કે મોહમ્મદ શમી સાથે વિવાદ પછી તેની દીકરીની જવાબદારી પણ તેમના પર આવી ગયી. હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મારી દીકરીને કોઈ પણ પરેશાની ના થયા અને તેને એક સારું ભવિષ્ય મળે એટલા માટે હું ફરી મોડેલિંગ તરફ પાછી આવી છું.

15 કિલો વજન ઓછું કર્યું
હસીન જહાં ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેને ફિલ્મ માટે પણ ઓફર મળી છે. હસીન જહાં ઘ્વારા મોહમ્મદ શમી પાસે દર મહિને 10 લાખ રૂપિયા ભથ્થું માંગવામાં આવ્યું હતું. તેને પોતાના અને પોતાની દીકરીના ભરણપોષણ માટે આ ભથ્થું માંગ્યું હતું. હસીન જહાં એ મોડેલિંગમાં પાછા આવવા માટે ઘણી મહેનત પણ કરી છે. તેને લગભગ 15 કિલો વજન પણ ઓછું કર્યું છે.

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ
આપણે જણાવી દઈએ કે પત્ની હસીન જહાં ઘ્વારા ક્રિકેટર મોહમ્મદ શમી પર બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને તેમની વાતચીત ના સ્ક્રીન શોટ પણ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી દીધા હતા. હસીન જહાં ઘ્વારા શમી અને તેના પરિવાર પર તેને મારવાની કોશિશ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

ચેટ પર થતી ગંદી વાતો
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી પર તેમની પત્ની ઘ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હસીન જહાં ઘ્વારા તેની ફેસબૂક વોલ પર તેને સંબંધિત પોસ્ટ પણ કરવામાં આવી. જેમાં વહાર્ટસપ સ્ક્રીન શોટ શેર કરવામાં આવ્યા છે. આ સ્ક્રીન શોટ શમી અને બીજી યુવતીઓ સાથે ચેટ બતાવી રહી છે.

શેર કર્યા ઘણા ફોટો
હસીન જહાં ઘ્વારા તેના પતિ મોહમ્મદ શમી વિરુદ્ધ જે પુરાવા આપવામાં આવ્યા છે. તેમાં છોકરીઓ સાથે કરવામાં આવેલી ચેટ અને સ્ક્રીન શોટ છે. જેમાં અશ્લીલ વાતો કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ શમી ની ગર્લફ્રેન્ડ બતાવીને ઘણી વિદેશી મહિલાઓ ઘ્વારા ફોટો પણ શેર કરવામાં આવ્યા છે.

પાકિસ્તાની યુવતી સાથે હોટલમાં રોકાયા શમી
મોહમ્મદ શમી ની પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે શમી જયારે દક્ષિણ આફ્રિકા થી દુબઇ ગયો ત્યારે એક યુવતીને મળ્યો. તે અલીશા નામની પાકિસ્તાની યુવતી છે. દુબઇમાં શમી તેની સાથે હોટલમાં રોકાયો. યુવતી સાથે રૂમ શેર કર્યો, રોમાન્સ કર્યો, સેક્સ કર્યો. ત્યારપછી મારી સાથે અહીં આવી મારપીટ કરી.

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન
આપણે જણાવી દઈએ કે ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાં બંનેના લગ્ન જૂન 2014 દરમિયાન થયા હતા. બંને લગ્ન પહેલા એકબીજા ને ઓળખતા હતા. બંનેને એક દીકરી પણ છે. જેનું નામ આયરા છે. લગ્ન પહેલા હસીન જહાં એક મોડલ પણ રહી ચુકી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
