Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પુલવામાં હુમલાની ફેક ફોટો શેર ના કરો, સીઆરપીએફ એડવાઈઝરી

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકી હુમલા પછી સોશ્યિલ મીડિયા પર આ હુમલાની કેટલીક ફોટો અને વિડિઓ શેર કરવામાં આવી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકી હુમલા પછી સોશ્યિલ મીડિયા પર આ હુમલાની કેટલીક ફોટો અને વિડિઓ શેર કરવામાં આવી રહ્યા છે. કેટલીક ફોટો તમને ઝંઝોડી નાખે તેવી છે. આ ફોટો અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે તસવીરો પુલવામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની છે. પરંતુ સીઆરપીએફ ઘ્વારા તેનું ખંડન કરવામાં આવ્યું છે. સીઆરપીએફ ઘ્વારા લોકોને આવા ફેક વીડિયો અને ફોટોન લાઈક અને શેર કરવાની ના પાડવામાં આવી છે.

આ પણ વાંચો: પુલવામાં હુમલાનું સમર્થન કરવાના આરોપમાં ઘણા કાશ્મીરીઓ પર કાર્યવાહી

ફેક તસ્વીરોને લાઈક અને શેર કરવાની ના પાડી

સીઆરપીએફ ઘ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલાની ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ ફોટોમાં જણાવવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ પછી શહીદોના શવ ટુકડા થઈને વિખરાઈ પડ્યા છે. આ તસવીરો ખુબ જ ખોફનાક છે. સીઆરપીએફ ઘ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ ફોટો અને વિડિઓ સર્ક્યુલેટ ના કરે. તેમને આવી ફેક તસ્વીરોને લાઈક અને શેર કરવાની ના પાડી છે. એટલું જ નહીં પરંતુ તેમને એવું પણ કહ્યું છે કે આવી ફોટો જો તમારી પાસે આવે તો તેને [email protected] પર ફરિયાદ કરવાની અપીલ કરી છે.

સીઆરપીએફના કાફલા પર મોટો ફિદાયીન હુમલો

સીઆરપીએફના કાફલા પર મોટો ફિદાયીન હુમલો

ગુરુવારે પુલવામામાં અવન્તીપુરાના ગોરીપુરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર મોટો ફિદાયીન હુમલો થયો. હુમલામાં 40થી વધુ જવાનોના જીવ ચાલ્યા ગયા. જે કાફલા પર હુમલો થયો તેમાં 2500 જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. જૈશના આતંકી આદિલ અહમદ ઉર્ફ વકાસ કમાંડો વિસ્ફોટકોથી ભરેલી ગાડી લઈ જવાનોની બસ સાથે ટકરાઈ ગયો.

ભારતે બદલો લેવાની ચેતવણી આપી

ભારતે બદલો લેવાની ચેતવણી આપી

ભારતે શુક્રવારે પુલવામા હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું છે. તે સાથે જ ભારતના વિદેશ મંત્રાલયના અધિકારી યૂનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના પી5 દેશોની મુલાકાત કરવામાં લાગી ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી પણ પાકિસ્તાનને બદલાની ચેતવણી આપવામાં આવી છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે સૈન્ય નક્કી કરશે કે તેઓએ આ હુમલાનો બદલો કેવી રીતે લેવાનો છે. સરકાર વતી સૈન્યને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X