પુલવામાં હુમલાનું સમર્થન કરવાના આરોપમાં ઘણા કાશ્મીરીઓ પર કાર્યવાહી
પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો કરનાર જેશના આતંકવાદીની કથિત રીતે સરાહના અને હુમલાના સપોર્ટમાં સોશ્યિલ મીડિયા પર સંદેશ લખવાના આરોપમાં ઘણા કાશ્મીરીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે.
પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો કરનાર જેશના આતંકવાદીની કથિત રીતે સરાહના અને હુમલાના સપોર્ટમાં સોશ્યિલ મીડિયા પર સંદેશ લખવાના આરોપમાં ઘણા કાશ્મીરીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. શનિવારે એક કાશ્મીરી છાત્રાની બેંગ્લોર પોલીસે ધરપકડ કરી છે. આવા જ ઘણા મામલા દેશના બાકીના ભાગોથી પણ આવી રહ્યા છે. પોલીસે શનિવારે પુણે અને ભીલાઈથી બે યુવકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: પૂલવામાં શહીદ થયેલા જવાનોના બાળકોના શિક્ષણની જવાબદારી રિલાયન્સ ફાઉન્ડેશન ઉઠાવશે

આત્મઘાતી હુમલાની સરાહના કરતો વીડિયો અપલોડ કર્યો
બેંગ્લોરની રેવા વિશ્વવિદ્યાલય ના છાત્ર તાહિર લતિફે શનિવારે સવારે એક ફેસબૂક પોસ્ટ શેર કરી. જેમાં તેને પુલવામાં હુમલામાં શામિલ આત્મઘાતી હુમલાવરનો વીડિયો કથિત રૂપે અપલોડ કર્યો અને હુમલા માટે તેના વખાણ કર્યા. પોલીસ અનુસાર, આરોપી યુવકે તેના સ્ટેટ્સમાં લખ્યું છે કે આ બહાદુર વ્યક્તિને મોટું સલામ. અલ્લાહ તમારી શહાદતને સ્વીકાર કરે અને જન્નતમાં તમને તમને મોટું સ્થાન આપે, શહીદ આદિલ ભાઈ.

દેહરાદૂનથી પણ એક કાશ્મીરી યુવકની ધરપકડ
દેહરાદૂનમાં કાશ્મીરના 19 વર્ષના વિધાર્થીને બુધવારે સુરક્ષાબળો ઘ્વારા માર્યા ગયેલા હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા આતંકવાદીની ફોટો પોસ્ટ કરવાના આરોપમાં અલ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. વહાર્ટસપ મેસેજમાં આ કાશ્મીરી વિધાર્થીએ પુલવામાં હુમલાની તુલના ઓનલાઇન ગેમ પબજી સાથે કરી હતી.

ઉત્તરપ્રદેશમાં ચાર લોકોની ધરપકડ
ઉત્તરપ્રદેશમાં પણ પુલવામાં હુમલાનું સમર્થનમાં પોસ્ટ કરવા અને પાકિસ્તાનના સમર્થનમાં નારેબાજી કરવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દવાની કંપનીએ કાશ્મીરી યુવકને નોકરીથી કાઢ્યો
અમદાવાદમાં ફાર્મા કંપની Zydus Healthcare ઘ્વારા શ્રીનગરમાં પોતાની માર્કેટિંગ એક્સક્ઝિક્યુટિવને એક ફેસબૂક પોસ્ટ માટે કાઢી મુકવામાં આવી, જેમાં તેને કથિત રીતે આ હુમલાને 'અસલી સર્જીકલ સ્ટાઇક' કહ્યું હતું.












Click it and Unblock the Notifications
