પૂલવામાં શહીદ થયેલા જવાનોના બાળકોના શિક્ષણની જવાબદારી રિલાયન્સ ફાઉન્ડેશન ઉઠાવશે

પૂલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારો અને બાળકોના ઉછેર અને તેમના શિક્ષણથી લઈને નોકરીમાં મદદ કરવા માટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશનએ હાથ લંબાવ્યો

પૂલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારો અને બાળકોના ઉછેર અને તેમના શિક્ષણથી લઈને નોકરીમાં મદદ કરવા માટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને હાથ લંબાવ્યો છે. ફાઉન્ડેશને જાહેરાત કરી છે કે આ આતંકવાદી હુમલામાં તમામ ઇજાગ્રસ્ત જવાનોની દરેક શક્ય સારવાર માટે તેમની હોસ્પિટલ તૈયાર છે. ફાઉન્ડેશને આ બનાવ પર 1.3 અબજ ભારતીયો વતી આક્રોશ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: રાજોરીમાં શહીદ થયેલા મેજર ચિત્રેશના 7 માર્ચે લગ્ન થવાના હતા

શહીદોના પરિવારોની મદદ માટે સામે આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન

શહીદોના પરિવારોની મદદ માટે સામે આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન

રિલાયન્સ ફાઉન્ડેશન વતી શનિવારે જણાવવામાં આવ્યું હતું કે તેઓ પૂલવામાં શહીદ થયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના બાળકોના શિક્ષણ માટે ની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર છે. તેમણે કહ્યું છે કે તેઓ શહીદોના બાળકોને રોજગાર અને તેમના પરિવારોનો ખર્ચ ઉઠાવવા માટે પણ તૈયાર છે. રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પરોપકારી સંસ્થા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન ઇજાગ્રસ્તોને મદદ કરશે

એટલું જ નહીં હુમલામાં ઘાયલ જવાનો માટે જલ્દી સ્વસ્થ થવાની કામના કરતા રિલાયન્સ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે જો જરૂરત હોય તો તેમની હોસ્પિટલ આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા જવાનો નો સારામાં સારો ઉપચાર કરવા માટે પણ તૈયાર છે. તેમણે કહ્યું કે સરકાર શહીદો સાથે સંબંધિત કોઈ પણ જવાબદારી ફાઉન્ડેશનને આપશે તો, તે પણ રાજી ખુશીથી સ્વીકારી પૂરી કરશે. શોકની આ ઘડીમાં અમે શહીદોના પરિવારો સાથે છીએ.

બાળકોના શિક્ષણ-રોજગારની લીધી સંપૂર્ણ જવાબદારી

બાળકોના શિક્ષણ-રોજગારની લીધી સંપૂર્ણ જવાબદારી

ફાઉન્ડેશને શહીદોને શ્રદ્ધાંજલિ અને પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં, કહ્યું કે આતંકવાદના આ કુકૃત્યથી મુકાબલો કરવા દેશની 130 કરોડ જનતા સાથે, આખું રિલાયન્સ પરિવાર દૃઢ રીતે ઉભું છે. જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ કાશ્મીરના પૂલવા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોશહીદ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X