For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજોરીમાં શહીદ થયેલા મેજર ચિત્રેશના 7 માર્ચે લગ્ન થવાના હતા

જમ્મુ અને કાશ્મીરના નૌશેરામાં આઈઈડી બ્લાસ્ટમાં સૈન્યના મેજર રેંક ઓફિસર ચિતેશ બિષ્ટ શનિવારે શહીદ થયા હતા.

|
Google Oneindia Gujarati News

જમ્મુ અને કાશ્મીરના નૌશેરામાં આઈઈડી બ્લાસ્ટમાં સૈન્યના મેજર રેંક ઓફિસર ચિતેશ બિષ્ટ શનિવારે શહીદ થયા હતા. પ્લાન્ટ કરવામાં આવેલા આઇઈડી વિસ્ફોટકને ડિફ્યુઝ કરતી વખતે વિસ્ફોટ થયો હતો, જેણે કારણે ચિત્રેશની મૌત થઇ હતી. મેજર ચિત્રેશ ઉત્તરાખંડના દેહરાદૂનથી હતા અને 7 માર્ચના રોજ તેમના લગ્ન થવાના હતાં. ચિતેશનું લગ્ન કાર્ડ પણ છાપવામાં આવ્યું હતું, જે હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે.

આ પણ વાંચો: કુંભ સંતોનો ગુસ્સોઃ આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને 5 કરોડ આપવાનું એલાન

નિયંત્રણ રેખા પાસે ધમાકો

નિયંત્રણ રેખા પાસે ધમાકો

જમ્મુ કાશ્મીરના નિયંત્રણ રેખા પાસે રાજોરી જિલ્લાના નૌસેરામાં આ વિસ્ફોટ થયો હતો. આતંકીઓ ઘ્વારા આઈઈડી વિસ્ફોટક પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જયારે તેઓ તેને ડિફ્યુઝ કરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે જ વિસ્ફોટ થઇ ગયો. આ વિસ્ફોટમાં બે જવાનો પણ ઘાયલ થયા છે.

બે દિવસ પહેલા જ પુલવામાંમાં હુમલો થયો હતો

બે દિવસ પહેલા જ પુલવામાંમાં હુમલો થયો હતો

ગુરુવારે પુલવામામાં અવન્તીપુરાના ગોરીપુરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર મોટો ફિદાયીન હુમલો થયો. હુમલામાં 40થી વધુ જવાનોના જીવ ચાલ્યા ગયા. જે કાફલા પર હુમલો થયો તેમાં 2500 જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. જૈશના આતંકી આદિલ અહમદ ઉર્ફ વકાસ કમાંડો વિસ્ફોટકોથી ભરેલી ગાડી લઈ જવાનોની બસ સાથે ટકરાઈ ગયો.

પાકિસ્તાન પાસેથી પાછો લેવાયો MFNનો દરજ્જો

પાકિસ્તાન પાસેથી પાછો લેવાયો MFNનો દરજ્જો

આ હુમલા બાદ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સુરક્ષા સંબંધી સમિતિની બેઠક થઈ જેમાં પાકિસ્તાનથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ લેવામાં આવ્યો. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે આતંકીઓને કોઈ પણ કિંમતે છોડવામાં આવશે નહિ. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, ‘આ હુમલા માટે સમગ્ર દેશમાં ગુસ્સો છે, દેશનું લોહી ઉકળી રહ્યુ છે. આતંકને કચડવા માટે કાર્યવાહી વધુ ઝડપી બનશે અને અમારા જવાનોને બલિદાનની મોટી કિંમત આતંકીઓએ ચૂકવવી પડશે. હું રાજકીય દળોને અપીલ કરુ છુ કે આપણે રાજકીય દોષારોપણથી દૂર રહીએ. આપણે સૌએ એક થઈને આતંકવાદ સામે ઉભા રહેવાનુ છે અને લડવાનુ છે. અમે સુરક્ષા બળોને સંપૂર્ણ છૂટ આપી દીધી છે, કોઈને પણ બખ્શવામાં નહિ આવે, આ હુમલા માટે આતંકીઓને સજા મળશે.'

દેશના લોકોનું લોહી ઉકળી રહ્યું છે: પીએમ મોદી

દેશના લોકોનું લોહી ઉકળી રહ્યું છે: પીએમ મોદી

પીએમ મોદીએ પુલવામાં શહીદોને યાદ કર્યા અને 2 મિનિટનું મૌન પાડ્યું. પીએમ મોદીએ પુલવામાં હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ હુમલાને કારણે આખો દેશ ગુસ્સામાં છે, દેશના લોકોનું લોહી ઉકળી રહ્યું છે. તેમને કહ્યું કે આતંકીઓને કચડવાની કાર્યવાહી વધારે ઝડપી બનશે અને આતંકીઓને પુલવામાં હુમલાની કિંમત ચૂકવવી પડશે.

English summary
Major Chitresh Singh Bisht who lost his life in blast Rajouri jammu kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X