Lok Sabha Election 2024 : ગુલામ નબી આઝાદે પલ્ટી મારી, ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો
કોંગ્રેસ છોડીને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવનારા ગુલામ નબી આઝાદે પલ્ટી મારી દીધી છે અને ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.
ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. અગાઉ તેમણે DPAP દ્વારા અનંતનાગ-રાજૌરી સંસદીય મતવિસ્તારમાંથી ટિકીટ અપાઈ હતી.

ગુલામ નબી આઝાદે બુધવારે અનંતનાગમાં એક બેઠકમાં આ જાહેરાત કરી. DPAP ઉમેદવાર તરીકે આઝાદનો મુકાબલો પીડીપીના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને પીઢ નેશનલ કોન્ફરન્સના નેતા મિયાં અલ્તાફ અહેમદ સાથે હતો.
DPAP કાશ્મીરના પ્રાંત પ્રમુખ મોહમ્મદ અમીન ભટે આ ફેરફારની પુષ્ટિ કરી છે. આઝાદ સાથે બેઠક યોજવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યો કે અનંતનાગ-રાજૌરી બેઠક માટે વકીલ સલીમ પારે ડીપીએપીના ઉમેદવાર હશે.
પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા મિયાં અલ્તાફ અનંતનાગ-રાજૌરી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
આઝાદનો યુ-ટર્ન તેમના એક નિવેદન બાદ આવ્યો છે. તેમણે કહ્યું હતું કે તે જમ્મુ અને કાશ્મીર માટે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અને તેના રહેવાસીઓના જમીન અને નોકરીના અધિકારોનું રક્ષણ કરશે.
તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી લડવા માટે તેમની પાસે ઘણા કારણો છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના લોકોની નોકરી અને જમીનની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.












Click it and Unblock the Notifications
