શ્રીનગર, કાશ્મીરના અન્ય શહેરોમાં કર્ફ્યુ જારી

પોલીસ તરફથી જારી કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગર અને બારામૂલા, સોપોર, બાંદીપોરા, અવંતીપોરા તથા કાકાપોરા સહિત બધા જ મોટા શહેરોમાં કર્ફ્યુ જારી રહેશે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉત્તરી કાશ્મીરના બારામૂલા શહેરમાં ગોળીબારીની ઘટનામાં 24 વર્ષના એક યુવકનું મોત થઇ ગયા બાદ ભારે હિંસા પ્રદર્શનને ધ્યાનમાં રાખતા પાંચ માર્ચથી જ કર્ફ્યુ જારી છે.
કાશ્મીર ઘાટીમાં ગુરુવારે સુરક્ષાદળોની સાથેની ઝડપમાં ઘણા લોકો ઘાયલ થઇ ગયા હતા. કર્ફ્યુ છતાં ઘણા સ્થળો પર સેંકડો લોકોએ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. આ ભીડને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ પણ કર્યો અને લાઠીચાર્જ પણ કર્યો.












Click it and Unblock the Notifications
