ગુજરાત ચૂંટણી પહેલા રાહુલ ગાંધી બનશે કોંગ્રેસ અધ્યક્ષ? તૈયારી શરૂ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બને એવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ માટે 20 નવેમ્બરના રોજ કોંગ્રેસ કાર્યસમિતિ(CWC)ની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવાય એવી શક્યતા છે. 20 નવેમ્બરના રોજ જનપથ પર સવારે 10.30 વાગે આ બેઠક મળનાર છે. લગભગ 20 વર્ષ બાદ કોંગ્રેસના અધ્યક્ષ બદલાશે. સોનિયા ગાંધીએ 14 માર્ચ, 1998ના રોજ કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. આ પહેલા કોંગ્રેસ દ્વારા ઓક્ટોબરના અંત સુધીમાં સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની સમયસીમા નક્કી કરવામાં આવી હતી.

rahul gandhi

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે, કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે સોમવારે, 20 નવેમ્બરના રોજ તારીખ નક્કી કરવામાં આવશે. જો અધ્યક્ષ પદ માટે માત્ર રાહુલ ગાંધીનું નામ નામાંકિત કરવામાં આવ્યું તો નામાંકન પરત લેવાની તારીખ એટલે કે 1 ડિસેમ્બરના રોજ પરિણામની જાહેરાત કરવામાં આવશે. જો અધ્યક્ષ પદ માટે 1થી વધુ નામ આવ્યા તો નામાંકન પ્રક્રિયા 21 નવેમ્બરથી શરૂ થશે. જરૂરી જણાયું તો, 8 ડિસેમ્બરના રોજ ચૂંટણી અને 11 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. માનવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી નિર્વિરોધ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાશે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, અધ્યક્ષ પદની ચૂંટણીના કાર્યક્રમની મંજૂરી માટે CWCની ઔપરાચિક બેઠક બોલાવવાની જરૂર નથી, પરંતુ સોનિયા ગાંધીએ પાર્ટીનો નિર્ણય કરતી સર્વોચ્ચ સંસ્થાની મંજૂરી લેવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી છેલ્લા ઘણા સમયથી બીમાર છે અને આ કારણે તેઓ પાર્ટીના કામમાં વધુ ધ્યાન નથી આપી શકતા.

English summary
CWC meets Monday: Rahul Gandhi set to take over as Congress president soon CWC.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.