જાણો, ચક્રવાતી તોફાન 'અમ્ફાન'થી બચવા શું કરવુ અને શું ના કરવુ
ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બંગાળની ખાડીમાં ઉઠી રહેલા તોફાન અમ્ફાન ઘણા રાજ્યો માટે જોખમ બની શકે છે.
ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બંગાળની ખાડીમાં ઉઠી રહેલા તોફાન અમ્ફાન ઘણા રાજ્યો માટે જોખમ બની શકે છે. આઈએમડીએ કહ્યુ છે કે હાલના સમયમાં દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે, આના કારણે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ હવામાન બગડી શકે છે. બંગાળના દક્ષિણ-પૂર્વ ખાડી અને પડોશી ક્ષેત્રોમાંથી ઉઠી રહેલ તોફાન 'અમ્ફાન' આગલા 6 કલાકમાં ખતરનાક રૂપ લઈ શકે છે.

ઓરિસ્સા અને બંગાળમાં રેડ એલર્ટ
દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં લગભગ 1000 કિલોમીટરના અંતરે આગલા 12 કલાકમાં ચક્રવાતી તોફાન ઝડપથી ભયંકર બની શકે છે. ઓરિસ્સાના તટીય વિસ્તારો અને આસપાસના ક્ષેત્રોમાં તોફાનની ચેતવણી આપી છે અને ઓરિસ્સા અને બંગાળમાં રેડ એલર્ટ જારી કર્યુ છે.

સેફ્ટી ટિપ્સ
પ્રાકૃતિક આપત્તિઓને રોકી તો ન શકાય પરંતુ અમુક સાવચેતીઓ દ્વારા આપણે આ સમસ્યા સામે લડી શકીએ અને પોતાના જાન-માલની રક્ષા કરી શકીએ છે. એટલુ જ નહિ અમુક સેફ્ટી ટીપ્સ દ્વારા આપણે આનાથી થતા નુકશાનને પણ ઘટાડી શકીએ છીએ.

તોફાનથી બચવા માટે અપનાવો આ ટિપ્સ
- આમ તો દેશમાં લૉકડાઉન છે પરંતુ તેમ છતાં તમારે જો તોફાનમાં ઘરમાંથી બહાર નીકળવુ પડે તો માસ્ક લગાવીને જ નીકળો.
- એટલુ જ નહિ તમારે તમારા શરીરના બાકીના અંગોને પણ ઢાંકીને રાખવા જોઈએ કારણકે ધૂળના કારણે જલ્દી ઈન્ફેક્શન થાય છે.
- જો તમે તોફાનમાં ફસાઈ જાવ તો સૌથી પહેલા પોતાના માટે કોઈ છત શોધી લો.
- જો ઘરની અંદર હોય તો ભૂલથી પણ બારી પાસે ન રહો.
- બારી અને દરવાજા સારી રીતે બંધ કર્યા બાદ તેની આસપાસ કોઈ પણ સામાન મૂકી દો, જેના કારણે તે ખુલશે નહિ.
- જો બારી-દરવાજા કાચના હોય તો મોટા પડદાથી તેને કવર કરી દો અને નીચે પણ મોટા કપડા પાથરી દો જેનાથી કાચ તૂટીને જો નીચે પડે તો વિખેરાય નહિ.
તોફાનથી બચવા માટે અપનાવો આ ટિપ્સ
આમ તો દેશમાં લૉકડાઉન છે પરંતુ તેમ છતાં તમારે જો તોફાનમાં ઘરમાંથી બહાર નીકળવુ પડે તો માસ્ક લગાવીને જ નીકળો.
એટલુ જ નહિ તમારે તમારા શરીરના બાકીના અંગોને પણ ઢાંકીને રાખવા જોઈએ કારણકે ધૂળના કારણે જલ્દી ઈન્ફેક્શન થાય છે. જો તમે તોફાનમાં ફસાઈ જાવ તો સૌથી પહેલા પોતાના માટે કોઈ છત શોધી લો. જો ઘરની અંદર હોય તો ભૂલથી પણ બારી પાસે ન રહો.
બારી અને દરવાજા સારી રીતે બંધ કર્યા હાદ તેની આસપાસ કોઈ પણ સામાન મૂકી દો, જેા કારણે તે ખુલશે નહિ. જો બારી-દરવાજા કાચના હોય તો મોટા પડદાથી તેને કવાર કરી દો અને નીચે પણ મોટા કપડા પાથરી દો જેનાથી કાચ તૂટીને જો નીચે પડે તો વિખેરાય નહિ.
જો
_ // ]]>

ગભરાવ નહિ, ચિંતા ન કરો, બસ સાવચેત રહો
- કોઈ પણ પ્રકારની ધાતુ કે વિજળીના સામાનને અડો નહિ, ઘરમાં મિણબત્તી અને માચિકની વ્યવસ્થા રાખો.
- ભૂલથી પણ કેરોસીનનો ઉપયોગ ના કરો.
- જો તમે કારમાં હોય તો એવી જગ્યાએ કારને પાર્ક કરો, જ્યાં તેના પર વૃક્ષ ન હોય જેનાથી વૃક્ષ પડવાનો ખતરો તમારી કાર પર ન રહે.
- તોફાન આવતા જ ધ્યાન રાખો કે દરવાજા-બારી સારી રીતે બંધ હોવા જોઈએ.
- તોફાન સમયે ગાડીની અંદર રેડિયો ચાલુ ન રાખવો, આમ કરવાથી તમે આકાશી વિજળીની ચપેટમાં આવી શકો છો.
- તોફાનના સમયે ન્હાવાનુ ટાળવુ કારણકે પાણીની અંદર કરન્ટ સૌથી ઝડપથી ફેલાય છે. કોશિશ કરો કે પાણીથી દૂર જ રહો.
- મોબાઈલ પર હવામાનની માહિતી લેતા રહો, જો ઘરવાળાથી દૂર હોવ તો ફોન પર તેમના સંપર્કમાં રહો.












Click it and Unblock the Notifications
