Cyclone Dana : ચક્રવાત દાના ઓડિશા નજીક પહોંચ્યુ,કોલકત્તા એરપોર્ટ સહિત 203 ટ્રેનો રદ કરાઈ
Cyclone Dana : ઓડિશા અને પશ્ચિમ બંગાળના ચક્રવાત દાનાને પગલે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. બંને રાજ્યોમાં વહીવટી ટીમો ચક્રવાત દાનાના સંભવિત લેન્ડફોલ પહેલા લાખો લોકોને સ્થળાંતર કરવા પર ઝડપી કામ કરી રહ્યાં છે.
ભારતના હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત દાના તીવ્ર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિંત થયુ છે. પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

દાના ઓડિશાની લગભગ અડધી વસ્તીને અસર કરી શકે છે. બંગાળમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડુ અહીં વિનાસ વેરી શકે છે.
આઈએમડીના જણાવ્યા અનુસાર, ચક્રવાત આજે સવારે 8:30 વાગ્યે પારાદીપ (ઓડિશા) થી 210 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં, ધામરા (ઓડિશા) ના 240 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં અને સાગર ટાપુ (પશ્ચિમ બંગાળ) ના 310 કિમી દક્ષિણમાં હતું. ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધામરા બંદર વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે.
ગુરુવાર અને શુક્રવારે બંગાળના ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, કોલકાતા, હાવડા અને હુગલીના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
કોલકાતા એરપોર્ટ ગુરૂવારે સાંજે 6 વાગ્યાથી આવતીકાલે સવારે 9 વાગ્યા સુધી ફ્લાઈટ ઓપરેશન્સ માટે બંધ કરાયુ છે. ભુવનેશ્વર એરપોર્ટ આજે સાંજે 5 વાગ્યાથી આવતીકાલે સવારે 9 વાગ્યા સુધી ફ્લાઈટ ઓપરેશન્સ માટે બંધ કરાયુ છે. ચક્રવાતને પગલે બંને રાજ્યોમાં 203 ટ્રેનો રદ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
