Cyclone Dana : કિનારાથી કેટલુ દુર છે ચક્રવાત દાના? જાણો કાંઠે ટકરાશે ત્યારે પવનની ગતિ કેટલી હશે?
Cyclone Dana landfall : બંગાળની ખાડીમાં ઉદભવેલુ ચક્રવાત દાના પશ્ચિમ બંગાળ અને ઓડિસા માટે આફત બનીને આવ્યુ છે. બન્ને રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત દાના છેલ્લા 3 કલાકમાં 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલ દાના પારાદીપથી 60 કિલોમીટર દૂર, ધામરાથી 80 કિલોમીટર દૂર અને સાગર દ્વીપથી 180 કિલોમીટર દૂર છે.

હવામાન વિભાગ અનુસાર, આજે રાત્રે 11.30 વાગ્યાથી સવારે 5.30 વાગ્યાની વચ્ચે ચક્રવાતનું લેન્ડફોલ થશે. ચક્રવાત ત્રાટકશે ત્યારે પવનની ઝડપ 100 કિમી પ્રતિ કલાકથી 120 કિમી પ્રતિ કલાકની રહેશે. ચક્રવાત ત્રાટકશે ત્યારે તે ભારે ચક્રવાત તરીકે અથડાશે. IMD અનુસાર, ચક્રવાત પુરી અને સાગર દ્વીપ વચ્ચે ભીતરકણિકા અને ધામરા પાસે ટકરાશે.
ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યુ કે, લગભગ 10 જિલ્લા ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના છે, જેમાં 60 બ્લોક્સ, 2131 ગામો, 12 શહેરી સ્થાનિક સંસ્થાઓ અને વિવિધ શહેરી સ્થાનિક સંસ્થાઓના 55 વોર્ડનો સમાવેશ થાય છે.
Cyclone Dana is strengthening as it approaches the coast of Odisha, India today. Landfall is expected in the vicinity of Paradip early Friday.
— Zoom Earth (@zoom_earth) October 24, 2024
Live tracker and updates can be found here: https://t.co/zKk7dmsmLk#CycloneDana #CycloneDanaAlert #CycloneOdisha #DanaCyclone pic.twitter.com/F5pQVpTJhG
રાજ્યમાં સ્થળાંતર પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ છે અને વિવિધ જિલ્લાઓમાં 213 તબીબી ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
સંભવિત સ્થિતીને નીપટવા 19 NDRF અને 51 ODRAF, 220 ફાયર બ્રિગેડ અને 95 ઓડિશા વન વિકાસ નિગમની ટીમો તૈનાત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
