For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Fani: પીએમ મોદીએ કહ્યુ, ‘ફાની' પ્રભાવિત રાજ્યોને આપવામાં આવી હજાર કરોડની મદદ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના હિંડૌનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરીને ‘ફાની' તોફાન પર ચિંતા વ્યક્ત કરી.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે સવારે લગભગ 9 વાગે ઓડિશાના દરિયાકિનારા પર 'ફાની' તોફાન 245 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટકરાયુ છે. આ દરમિયાન સમુદ્રી તટ પાસે વૃક્ષ, ઝૂંપડી અને કાચા મકાન બધુ ઉડી ગયુ છે, ઓડિશા પાસેથી સતત એવા ફોટા સામે આવી રહ્યા છે જે ભયાનક છે. આ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના હિંડૌનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરીને 'ફાની' તોફાન પર ચિંતા વ્યક્ત કરી.

આ પણ વાંચોઃ Cyclone Fani Live: ફાનીને કારણે ઓડિશામાં 6 લોકોની મૌતઆ પણ વાંચોઃ Cyclone Fani Live: ફાનીને કારણે ઓડિશામાં 6 લોકોની મૌત

‘ફાની' પ્રભાવિત રાજ્યોને હજાર કરોડની મદદઃ મોદી

‘ફાની' પ્રભાવિત રાજ્યોને હજાર કરોડની મદદઃ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કેન્દ્ર સરકાર સતત પ્રભાવિત રાજ્યોના સંપર્કમાં છે અને પરિસ્થિતિ સામે પહોંચી વળવા માટે હું જાતે સમીક્ષા બેઠક કરી રહ્યો છે. પ્રભાવિત રાજ્યોને હજાર કરોડથી વધુની રકમ પહેલા જ મદદ તરીકે આપવામાં આવી ચૂકી છે. તમને જણાવી દઈએ કે ‘ફાની' માટે બુધવારે પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તે પ્રભાવિત રાજ્યોના અધિકારીઓ સાથે સંપર્ક જાળવી રાખે અને જરૂરિયાત અનુસાર રાહત અને બચાવ કાર્યો માટે પ્રભાવી પગલા લે.

બંગાળમાં પણ ‘ફાની'નું જોખમ

બંગાળમાં પણ ‘ફાની'નું જોખમ

ઉલ્લેખનીય છે કે ઓડિશાના કિનારાના પાર કર્યા બાદ ‘ફાની' બંગાળમાં દસ્તક આપશે, તોફાન ‘ફાની'ના કારણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 48 કલાક માટે પોતાની બધી ચૂંટણી જનસભાઓ રદ કરી દીધી છે. વળી, બધી સરકારી સ્કૂલોમાં આજથી ગરમીની રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.

ગરમીની રજાઓ સમયથી પહેલા

‘ફાની'ને ધ્યાનમાં રાખીને ગરમીની રજાઓ સમયથી પહેલ કરી દેવામાં આવી છે. આ ચક્રવાતથી ગંજામ, ગજપતિ, ખુર્દા, પુરી તેમજ જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક, જાજપુર તેમજ બાલાસોર સહિત ઓડિશાના ઘણા દરિયાકિનારાના જિલ્લાઓ પ્રભાવિત થવાનો અંદેશો છે.

ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે..

આ રીતે પશ્ચિમ બંગાળના પૂર્વી અને પશ્ચિની મેદિનીપુર, દક્ષિણી અને ઉત્તરી 24 પરગણા, હાવડા, હુગલી, ઝારગ્રામ તેમજ કોલકત્તા જિલ્લાઓ સાથે સાથે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લાઓની પણ આ તોફાનથી પ્રભાવિત થવાની આશંકા છે. ઓડિશામાં ભુવનેશ્વર, ગજપતિ, કેન્દ્રપારા અને જગતસિંહ વિસ્તારમાં પણ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે.

English summary
Speaking at a rally in Rajasthan's Hidaun, Prime Minister Narendra Modi announced a Rs 1,000 crore relief package for Cyclone Fani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X