Cyclone Michaung: સાયક્લોન મિચૌંગનું વિકરાળ સ્વરૂપ, બે મોત, જાણો અપડેટ

Cyclone Michaung: બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત મિચૌંગ ભયંકરરૂપ ધારણ કરી ચુક્યું છે. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ચેન્નાઇના કનાથુરમાં એક નવનિર્મિત દિવાદ પડવાના કારણે બે લોકોના મોત થયા છે.

તામિલનાડુ રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. થંડૈયારપેટ, એન્નોર હાઈવેમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે, તો બીજી તરફ ઘણી જગ્યાએ વીજળી ગુલ છે. તમિલનાડુ, પોડિંચેરી અને આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં ખાનગી કંપનીઓના કર્મચારીઓ આજે ઘરેથી કામ કરી રહ્યા છે.

Cyclone Michaung

ચક્રવાત મિચૌંગ ચેન્નાઈથી 130 કિલોમીટર દૂર છે એવી અપેક્ષા છે કે, ચક્રવાત મિચૌંગ આજે બપોરે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે અને નવીનતમ પરિસ્થિતિ મુજબ, તે ચેન્નાઈથી 130 કિલોમીટર દૂર છે, પરંતુ તેની અસર રાજ્ય પર દેખાવાનું શરૂ થઈ ગયું છે. હાલમાં તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદના કારણે અહીંના રનવે પર પાણી ભરાઈ ગયા હતા.

ચેન્નાઈમાં સતત વરસાદને કારણે એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ ગયા છે, અને તેના કારણે ચેન્નાઈ એરપોર્ટને આજે બપોર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે, અને સોમવારે રાત્રે 11 કલાક સુધી તમામ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે. ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ટ્રેનની અવરજવર પર પણ તેની અસર જોવા મળી રહી છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જોકે, તેને હટાવવાની કામગીરી પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, તેમ છતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે.

મ્યાનમારે તોફાનને સાયક્લોન મિચૌંગ નામ આપ્યું - આ વખતે તોફાનને મ્યાનમારથી સાયક્લોન મિચૌંગ નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે'દ્રઢતા, હાલમાં આ વાવાઝોડું ઘણું શક્તિશાળી હોવાનું કહેવાય છે, જેની અસર દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારો પર પડશે. કેન્દ્ર સરકાર પણ સાયક્લોન મિચૌંગ પર નજર રાખી રહી છે, અને રાજ્ય સરકારો સાથે પણ આ અંગે વાત કરી છે.

કર્ણાટક, કેરળમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે - આ તોફાનના કારણે કર્ણાટક અને કેરળમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, અને વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે. વાવાઝોડાને જોતા આ રાજ્યો માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી દરેક માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X