Cyclone Mocha Update : જોખમી બન્યું ચક્રવાત મોકા, જાણો કયા કયા સર્જાશે તારાજી

Cyclone Mocha Update : ઉષ્ણકટિબંધીય ચક્રવાત મોકા બંગાળની ખાડીમાં અત્યાર સુધીમાં બાંગ્લાદેશ અને મ્યાનમારની સીમા પાસે પહોંચ્યું છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન દ્વારા બાંગ્લાદેશમાં ઝડપી પવન, પુર અને સંભવિત ભૂસ્ખલનની ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ચક્રવાત મોકા જોખમી બની ગયું છે.

WMO એ જણાવ્યું હતું કે, આ બાંગ્લાદેશના ફોક્સ બજારમાં દુનિયાની સૌથી મોટા શરળાર્થી શિબિરને પ્રભાવિત કરી શકે છે. ભારતીય હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોકા રવિવાર (14 મે) બપોર સુધીમાં બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ નજીક લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. હાલમાં આ વિસ્તારોમાં 175 કિલોમીટર પ્રતિ કલાક (108 માઈલ પ્રતિ કલાક)ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

Cyclone Mocha Update

મેટ ઓફિસે નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારમાં બે થી અઢી મીટર (છ થી આઠ ફૂટ) ની વચ્ચે વાવાઝોડાની આગાહી કરી હતી. આ બાંગ્લાદેશનો કોક્સ બજાર વિસ્તાર છે, જ્યાં લાખો રોહિંગ્યા શરણાર્થીઓ કેમ્પ કરેલા છે. જોકે વર્ષ 2017માં તેમાંથી મોટાભાગના મ્યાનમારમાં લશ્કરી નેતૃત્વ દ્વારા ક્રેકડાઉન પછી ભાગી ગયા હતા.

યુએન શરણાર્થી એજન્સીના પ્રવક્તા ઓલ્ગા સરરાડોએ જણાવ્યું હતું કે, જરૂર પડ્યે કેમ્પને આંશિક રીતે ખાલી કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એજન્સી હજારો લોકો માટે હોટ ફૂડ પેકેટ અને જેરીકેન્સ તૈયાર કરી રહી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે, તે શિબિરો માટે 33 મોબાઈલ મેડિકલ ટીમો અને 40 એમ્બ્યુલન્સ તેમજ ઈમરજન્સી સર્જરી અને કોલેરા કીટ તૈયાર કરી રહી છે. આવા સમયે, ડબ્લ્યુએચઓએ મ્યાનમાર માટે અન્ય પુરવઠાની સાથે, 5 મિલિયન પાણી શુદ્ધિકરણ ગોળીઓની વ્યવસ્થા કરી છે, જે સમગ્ર ચોમાસાની સીઝન માટે સંગ્રહિત છે.

ડબ્લ્યુએચઓના માર્ગારેટ હેરિસે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, જો તે ચક્રવાતના સ્તરમાં ફેરવાય છે, જેનો અમને ડર છે, તો આપણે ખરેખર તૈયાર રહેવાની જરૂર છે. વિદેશી મીડિયાના સંવાદદાતાઓએ જણાવ્યું હતું કે, મ્યાનમારના રખાઈન પ્રાંતના નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓએ શુક્રવારના રોજ તેમના ઘરો છોડી દીધા હતા અને રાજ્યની રાજધાની સિત્તવે તરફ ધસી આવ્યા હતા, જેમાં લગભગ 1,000 લોકોએ શહેરના એક મઠમાં આશરો લીધો હતો.

42 વર્ષીય થંટ ઝવે જણાવ્યું હતું કે, જ્યારે 2008માં દક્ષિણ મ્યાનમારમાં ચક્રવાત નરગીસે​તબાહી મચાવી હતી, ત્યારે દેશની સૌથી ખરાબ કુદરતી આફતમાં 130,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

રાજ્ય મીડિયા અનુસાર, મ્યાનમારના જુન્ટા અધિકારીઓ રખાઈનના દરિયાકાંઠાના ગામડાઓમાંથી ખાલી કરાવવાની દેખરેખ રાખી રહ્યા છે, જોકે તેઓએ જણાવ્યું નથી કે, કેટલા લોકોને ખસેડવામાં આવ્યા છે. જુન્ટાએ જણાવ્યું છે કે, શુક્રવાર બપોરથી રખાઈનમાં દરિયાકાંઠેથી નીકળતી કોઈપણ બોટને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. જોરદાર પવન અને વરસાદને કારણે મ્યાનમાર અને બાંગ્લાદેશમાં આંતરિક પૂર અને ભૂસ્ખલન થઈ શકે છે, યુએન માનવતાવાદી બાબતોના કાર્યાલયે શુક્રવારના રોજ જણાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X