For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નીલમ' તોફાન પહોંચ્યુ તમીલનાડુ, આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ

By Super
|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 31 ઑક્ટોબરઃ'નીલમ' તોફાન તમીલનાડુ પહોંચ્યુ હોવાના અહેવાલ છે. આંધ્ર પ્રદેશના તટીય જિલ્લાઓમાં તોફાન 'નીલમ'ના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવાર સાંજ સુધી વરસાદ વધે તેવી સંભાવના છે. મોસમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ આંધ્ર પ્રદેશના નેલ્લોર અને પ્રકાસમ જિલ્લા તથા રાયલસીમાના ચિતૂર જિલ્લાના ઘણા વિસ્તારોમાં મંગળવારે રાત્રે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

cyclone-nilam
નેલ્લોર, પ્રકાસમ, ગુંટૂર અને કૃષ્ણા સહિતના તટીય જિલ્લાઓમાં ચેતવણી આપી દેવામાં આવી છે. સમુદ્રમાં પાણી તટથી 100 મીટર દૂર વસેલા ગામોમાં પહોંચી ગયું છે. શિક્ષા વિભાગે ચિતૂર અને નેલ્લોર જિલ્લા શિક્ષણ સંસ્થાઓને બંધ કરવાના આદેસ આપવામાં આવ્યા છે. ચિતૂર જિલ્લામાં તિરુપતિ સહિત અન્ય સ્થળો પર રસ્તાઓ પાણીમાં ડુબી ગયા છે.

મછલીપટ્ટનમ, કૃષ્ણાપટ્ટનમ, નિઝામાપટ્ટનમ અને વડારેવૂ બંદર વિસ્તારોમાં ચેતવણીના સંકેતો આપી દેવામાં આવ્યા છે. વિશાખાપટ્ટનમ ચક્રવાત ચેતવણી કેન્દ્ર અનુસાર નીલમ બુધવારે સાંજે તમીલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના પુડ્ડુચેરી અને નેલ્લોર સમુદ્ર તટની વચ્ચે સર્જાશે.

મોસમ વિભાગે માછીમારોને સમુદ્રમાં નહીં જવા ચેતવણી આપી છે અને તોફાન તટ સાથે અથડાય તેવી સંભાવાઓ જણાતા તટીય વિસ્તારોમાં વસતા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

English summary
Tamil Nadu police asked citizens to stay indoor as Cyclone Nilam is expected to hit coastal regions including Chennai around 4 pm on Wednesday, Oct 31. According to sources, Cyclone Nilam may devastate the city and its surrounding areas within hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X