For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone 'Nivar' Update: 'નિવાર' બન્યુ શક્તિશાળી, સમુદ્રમાં ઉઠી ભયંકર લહેરો, જુઓ Video

ચક્રવાતી તોફાન 'નિવાર' ધીમે ધીમે શક્તિશાળી બનતુ જઈ રહ્યુ છે. સમુદ્રમાં તોફાની લહેર ઉઠી રહી છે

|
Google Oneindia Gujarati News

Cyclone Nivar: ચક્રવાતી તોફાન 'નિવાર' ધીમે ધીમે શક્તિશાળી બનતુ જઈ રહ્યુ છે. સમુદ્રમાં તોફાની લહેર ઉઠી રહી છે અને ચેન્નઈમાં વરસાદનો દોર ચાલુ થઈ ગયો છે. હાલમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 25 નવેમ્બર, 2020ની સાંજે તોફાન કરાઈકલ અને મામલ્લપુરમ વચ્ચે તટો પર ટકરાશે અને આ દરમિયાન 100-120 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. હાલમાં પ્રશાસને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. આ તોફાનના કારણે મંગળવારથી ગુરુવાર વચ્ચે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

storm

તમને જણાવી દઈએ કે આ તોફાન આ વર્ષનુ ચોથુ ચક્રવાત છે. આ પહેલા અમ્ફાન, નિસર્ગ અને ગતિએ દેશમાં વિનાશ કર્યો હતો. તોફાનના કારણે આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયુ હતુ. 50થી વધુ લોકો મોતનો શિકાર બન્યા હતા. વળી, વરસાદ બાદ થયેલા વિનાશ પર તેલંગાનાના સીએમ રાવે કહ્યુ હતુ કે મે દશકોથી આવો વરસાદ નથી જોયો. એવામાં ચક્રવાતી તોફાન 'નિવાર'ની આહટે ફરીથી રાજ્યની સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે. તોફાનના કારણે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પુડુચેરીમાં ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગ મુજબ આજે વરસાદની ગતિમાં વધારો થશે.

સુરક્ષા માટે તમિલનાડુ સરકારે 7 જિલ્લાઓમાં બસ સેવાઓ રદ કરી દીધી છે અને અમુક જિલ્લાઓમાં ટ્રેન સેવા પણ આંશિક અને પૂર્ણ રીતે રદ કરી દેવામાં આવી છે. હાલમાં પુડુચેરીથી 'નિવાર' 410 કિલોમીટર અને ચેન્નઈથી દક્ષિણપૂર્વમાં 450 કિલોમીટર દૂર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ(એનડીઆરએફ) ચક્રવાતના કારણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા માટે 30 દળોને તૈયાર કર્યા છે. કેબિનેટ સચિવ રાજીવ ગોબાની અધ્યક્ષતાવાળી એનડીઆરએફની ટીમે આ માટે એક બેઠક પણ કરી હતી.

કોણ છે શેફાલી શાહ જે 'દિલ્લી ક્રાઈમ'માં IPS વર્તિકાની ભૂમિકાકોણ છે શેફાલી શાહ જે 'દિલ્લી ક્રાઈમ'માં IPS વર્તિકાની ભૂમિકા

English summary
Cyclone Nivar Update: #NivarCyclone may hit Tamil Nadu & Puducherry coasts on 25th Nov evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X