For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોપાલપુરમાં ફેનિલ ચક્રવાત પડ્યું નબળું, 7ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભુનેશ્વર, 13 ઓક્ટોબર: ઓડિશાના ગોપાલપુર તટથી ગઇકાલે રાત્રે ટકરાવનાર ભયાનક તોફાન ફેલિન હવે ધીરે-ધીરે નબળું પડતું જાય છે. હવાનો વેગ ઓછો થતો જાય છે. જે પ્રમાણે વાવાઝોડાને લઇને ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, તેમાં નરમાઇ આવી છે. એનડીઆરએફની ટીમે ભારે નુકસાનની આશંકાની મનાઇ કરવામાં આવી હતી, જો કે ઘણા વૃક્ષો ધરાશય પડી ગયા છે. કાચા મકાનોને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ 7 લોકોના મોત નિપજ્યાં છે. ઓડિશાના 12 જિલ્લાઓમાં વિજપુરવઠો ખોરવાઇ ગયો છે. હજુ સુધી જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.

ગોપાલપુરના તટેથી ટકારાયા બાદ હવે વાવાઝોડું ઓડિશાના ઉત્તર-પશ્વિમ વિસ્તાર તરફ આગળ વધી ગયું છે. એટલે કે જે વિસ્તારો પર સૌથી વધુ અસર વર્તાઇ અથવા એમ કહીએ કે તબાહી સર્જાવવાની હતી, તેનો ખતરો ગુજરી ગયો છે.

જો કે અત્યારે નુકસાનનું ઠીક ઠીક આંકન કરવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારે વાવાઝોડાની ગતિ ઘટીને 100 કિમી પ્રતિ કલાક રહી ગઇ છે, તેનાથી હવે નુકસાન ઓછું થવાની સંભાવના છે. ફેલિનની અસરના કારણે ઓડિશા-આંધ્ર પ્રદેશના તટવર્તી વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ અને ઝડપી હવાઓની દોર ચાલુ છે.

English summary
Cyclonic storm Phailin slammed east coast near Gopalpur in Odisha, triggering heavy rains and strong winds with speed reaching up to 200 km an hour while more than 500,000 people were shifted to safe place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X