For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ફૈલિન' સાથે જોડાયેલા મહત્વપૂર્ણ તથ્યો, તકેદારીઓ અને તસવીરો!

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વર/વિશાખાપટ્ટનમ, 12 ઓક્ટોબર: ઓડિશા અને આંધ્ર પ્રદેશના તટથી તથા ભારતમાં પ્રવેશ કરવા જઇ રહેલું તોફાન ફૈલિન 2005માં અમેરિકામાં આવેલા કૈટરિનાથી પણ વધારે ખતરનાખ હશે. એ તોફાને અમેરિકામાં 1833 લોકોના જીવ લીધા હતા, આ તોફાન કેટલી તબાહી મચાવશે તે હજી કોઇને ખબર નથી.

ફૈલિન ઓડિશાના ગંઝમ, ગાજાપતિ, પુરી, ખુરદા, કેન્દ્રપદા અને જગતસિંહપુરમાં સૌથી વધારે તારાજી સર્જવાનો છે. આવા પ્રસંગે સરકાર અને સેના એલર્ટ છે અને મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું છે કે તેઓ આ તોફાનમાં એક પણ મોત નહીં થવા દે.

ઇશ્વર કરે નવીન પટનાયક આ પ્રાકૃતિક આપદા સાથે લડવામાં સફળ થાય. જે સમયે તોફાન ઓડિશાના તટ પર પહોંચશે, ત્યારે સમુદ્રની ઉંચી-ઉંચી લહેરો શહેરની અંદર 600 મીટર સુધી પ્રવેશ કરી જશે. હવાની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે હશે, જ્યારે અમેરિકન હવામાન વિભાગનો દાવો છે કે ફૈલિન આવવા પર 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાઓ ચાલશે. અને તેની સાથે પાણીનું જોર પણ વધશે.

ગંજમ અને જગદીશપુર

ગંજમ અને જગદીશપુર

ઓડિશામાં મોટાભાગના નીચલા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઇ શકે છે. આજ રીતે ગંજમમાં જગદીશપુર જિલ્લામાં ઘણા વિસ્તારોમાં માર્ગ વ્યવહાર ખોરવાઇ રહ્યો છે.

20 દળનો કાફલો

20 દળનો કાફલો

રાહત અને બચાવ અધિકારી સંકટગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને કામગીરી શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા દળ (એનડીઆરએફ)ની ઓછામાં ઓછી 20 ટીમોને સંકટગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવી છે. અને જરૂરીયાત જણાતા વધુ 20 દળોને મોકલવામાં આવશે.

10 હેલિકોપ્ટરોને સજ્જ કરી દેવાયા છે

10 હેલિકોપ્ટરોને સજ્જ કરી દેવાયા છે

રાજધાની ભુવનેશ્વરના બીજૂ પટનાયક હવાઇમથક પર તોફાન અને ભારે વરસાદની આગાહી હોવાના કારણે પાડોશી રાજ્ય પશ્ચિમ બંગાળમાં 10 હેલિકોપ્ટર રાહત સામગ્રી લઇ જવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

આંધ્રપ્રદેશમાં વરસાદ

આંધ્રપ્રદેશમાં વરસાદ

ઓડિશા અને તટીય આંધ્રપ્રદેશમાં શનિવારના રોજ જોરદાર વરસાદ થઇ છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

18 માછીમારોનો જૂથ ફસાયો

18 માછીમારોનો જૂથ ફસાયો

અઠવાડિયા પહેલા બંગાળની ખાડીમાં માછલી પકડવા માટે ગયેલા 18 માછીમારોનું દળ પુરી જિલ્લાના અષ્ટારંગા વિસ્તારમાં તોફાનમાં ફસાઇ ગયા હતા અને બચાવ કાર્યકરોની એક ટીમને તેમને બચાવવા માટે મોકલાયા હતા.

1.

1.

ફૈલિનના આવવાથી સમુદ્રકાંઠે 15થી 20 મીટરની ઉંચાઇવાળી લહેરો ઉઠશે.

2.

2.

ભારતમાં સાઇક્લોનના આવવાની બે સિઝન હોય છે. પહેલી એપ્રિલથી જૂન અને બીજી ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચેનો સમય.

3.

3.

આખી દુનિયામાં દરવર્ષે 80થી વધારે ચક્રવાત ઉઠે છે, કેટલાંક તબાહી મચાવે છે અને આખા સમુદ્રને ઝંઝોળીને શાંત થઇ જાય છે.

4.

4.

એટલાન્ટિકામાં જ્યારે ચક્રવાત ઉઠે છે તો તેને હરિકેન કહેવામાં આવે છે, જ્યારે ભારતીય મહાસાગરમાં ચક્રવાતને સાઇક્લોન કહેવામાં આવે છે.

5.

5.

ફૈલિનને જોતા ઓડિશા અને વિશાખાપટ્ટનમના તટીય વિસ્તારોથી 2 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

6.

6.

આ ઓડિશાની વર્તમાન સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે.

7.

7.

ફૈલિન ભારતીય મહાસાગરમાં ઉઠેલા ચક્રવાતોમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ચક્રવાત છે, જે ભારત તરફ વધી રહ્યું છે.

8.

8.

જો આપ કોઇ અસુરક્ષિત સ્થળ પર છો, તો તુરંત સરકાર દ્વારા બનાવવામાં આવેલ સાઇક્લોન શેલ્ટરમાં જાઓ.

9.

9.

તમામ ઇમરજન્સી નંબર તમારી પાસે રાખો

10

10

જો તમારા ઘર તરફ ચક્રવાત આવી રહ્યો છે, તો ઘરના દરવાજા બંધ કરીને બેસી જાવ.

11.

11.

પોતાની જાતને ગાદલા, રઝાઇ અથવા ધાબળામાં લપેટી લો અને મજબૂત ટેબલની નીચે બેસી જાવ.

12.

12.

ઓડિશા અને આંધ્ર પ્રદેશના તટથી તથા ભારતમાં પ્રવેશ કરવા જઇ રહેલું તોફાન ફૈલિન 2005માં અમેરિકામાં આવેલા કૈટરિનાથી પણ વધારે ખતરનાખ હશે. એ તોફાને અમેરિકામાં 1833 લોકોના જીવ લીધા હતા, આ તોફાન કેટલી તબાહી મચાવશે તે હજી કોઇને ખબર નથી.

13.

13.

ફૈલિન ઓડિશાના ગંઝમ, ગાજાપતિ, પુરી, ખુરદા, કેન્દ્રપદા અને જગતસિંહપુરમાં સૌથી વધારે તારાજી સર્જવાનો છે. આવા પ્રસંગે સરકાર અને સેના એલર્ટ છે અને મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું છે કે તેઓ આ તોફાનમાં એક પણ મોત નહીં થવા દે.

14

14

ઇશ્વર કરે નવીન પટનાયક આ પ્રાકૃતિક આપદા સાથે લડવામાં સફળ થાય. જે સમયે તોફાન ઓડિશાના તટ પર પહોંચશે, ત્યારે સમુદ્રની ઉંચી-ઉંચી લહેરો શહેરની અંદર 600 મીટર સુધી પ્રવેશ કરી જશે. હવાની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે હશે, જ્યારે અમેરિકન હવામાન વિભાગનો દાવો છે કે ફૈલિન આવવા પર 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાઓ ચાલશે. અને તેની સાથે પાણીનું જોર પણ વધશે.

English summary
The Cyclone Phailin is coming towards India at coastal region of Odisha and Andhra Pradesh. Here are some important facts about Phailin. with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X