Cyclone Yaas: બાલાસોર અને ધામરા વચ્ચે લેન્ડફૉલ શરૂ, ભારે પવન સાથે વરસાદ ચાલુ, મોટા નુકશાનની સંભાવના

વાવાઝોડુ યાસે આજે ઓરિસ્સાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ સાથે ટકરાયુ છે જાણો લેટેસ્ટ અપડેટ.

નવી દિલ્લીઃ વાવાઝોડુ યાસે આજે ઓરિસ્સાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ સાથે ટકરાયુ છે અને તેને ઘણુ ભયંકર રૂપ ધારણ કરી લીધુ છે. હાલમાં ત્યાં 140થી 150 કિમીનો ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે અને સમુદ્રમાં મોટી-મોટી લહેરો ઉઠી રહી છે. હવામાન વિભાગે પહેલા જ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં રેડ એલર્ટ જારી કરી છે. બંને રાજ્યોએ લગભગ 12 લાખ લોકોને તટીય વિસ્તારોમાંથી સ્થળાંતર કરાવીને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે. વળી, બિહાર, ઝારખંડ અને આંધ્ર પ્રદેશમાં વાવાઝોડાના કારણે વરસાદનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

વાવાઝોડુ યાસ ઓરિસ્સામાં મચાવી રહ્યુ છે તબાહી

વાવાઝોડુ યાસ ઓરિસ્સામાં મચાવી રહ્યુ છે તબાહી

વાવાઝોડા વિશે મહત્વની માહિતી આપીને ઓરિસ્સાના સ્પેશિયલ રિલીઝ પીકે જેનાએ મીડિયાને કહ્યુ કે લેન્ડફૉલની પ્રક્રિયા 3થી 4 કલાક સુધી ચાલશે. આ સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે અને અમે આશા રાખી રહ્યા છે કે આ બાલસોરમાં એક વાગ્યા સુધીમાં પૂરી થઈ જશે. ત્યારબાદ આ મયૂરભંજ જિલ્લા તરફ જશે અને 3-4 કલાક બાદ તે શાંત થશે. આ દરમિયાન 120-140 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

વાવાઝોડા સામે પૂરતી વ્યવસ્થા

વાવાઝોડા સામે પૂરતી વ્યવસ્થા

ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડા સાથે નિપટવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પૂર્વોત્તર રેલવેએ કોલકત્તા જતી 38 યાત્રીઓની ટ્રેનોને 29 મે સુધી રદ કરી દીધી છે. વળી, કોલકત્તા એરપોર્ટ આજે સાંજે 7.45 વાગ્યા સુધી બંધ થઈ ગયુ છે. આઈજી કોસ્ટ ગાર્ડનુ કહેવુ છે કે યાસ વાવાઝોડા માટે અમારી તૈયારીઓ એટલી વધુ છે કે કોઈ વ્યક્તિનુ મોત નહિ થાય. અમે 19 જહાજ અને 4 એરક્રાફ્ટ તૈયાર રાખ્યા છે અને અંદમાનમાં પણ અમારા જહાજ તૈયાર છે. નેવી-વાયુસેનાના જહાજ પણ સંપૂર્ણપણે તૈયાર છે.

વાવાઝોડા યાસ માટે ભારે વરસાદનુ એલર્ટ

વાવાઝોડા યાસ માટે ભારે વરસાદનુ એલર્ટ

ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનુ એલર્ટ છે. દિલ્લી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢમાં ધૂળ ભરેલી આંધી આવવાની સંભાવના છે. ધૂળ ભરેલી આંધીની ગતિ 25થી 30 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. યુપીના 27 જિલ્લાઓમાં ભારે વરસાદનુ એલર્ટ છે.

ભારે પવન સાથે હાઈ ટાઈડ્ઝ

ભારે પવન સાથે હાઈ ટાઈડ્ઝ

પારાદીપમાં ઝડપી પવન સાથે હાઈ ટાઈડ્ઝ થઈ રહ્યુ છે. ભયંકર લહેરો ઉઠી રહી છે. માછીમારોને સમુદ્રમાં ન જવા માટે કહેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે વાસ્તવમાં લો પ્રેશરના કારણે વાયુમંડળમાં વ્યાપ્ત ગરમ હવા તેજ આંધીમાં ફેરવાઈ જાય છે જેને વાવાઝોડુ કહેવામાં આવે છે. આ ઘણુ ભયંકર હોય છે. તે જ્યારે આવે ત્યારે ભારે વરસાદ થાય છે અને ઝડપી પવન ફૂંકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X