Cyclone Yaas: ધીરે ધીરે વિકરાળ રૂપ ધારણ કરી ચૂક્યું યાસ, જાણો લેટેસ્ટ અપડેટ
Cyclone Yaas: ધીરે ધીરે વિકરાળ રૂપ ધારણ કરી ચૂક્યું યાસ, જાણો લેટેસ્ટ અપડેટ
ચક્રવાતી વાવાઝોડું યાસે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. IMD ભુવનેશ્વરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે 25 મેના રોજ વાવાઝોડું પારાદ્વીપ અને સાગર દ્વીપને અડી શકે છે માટે અમે પારાદ્વીપ અને ધામરા માટે એલર્ટ જાહેર કરી દીધું છે.

જાણો અત્યાર સુધીના 10 અપડેટ
- IMD ભુવનેશ્વરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે વાવાઝોડું 25 મે સુધી બહુ તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.
- પારાદ્વીપ અને ધામરા માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.
- લૈંડફોલ પ્રક્રિયા દરમિયાન જગતસિંહપુર, કેંદ્રપાડા, ભદ્રક અને બાલેસ્વરમાં હવાની ગતિ 150-160 કિમી પ્રતિ કલાક રહેશે.
- ઉમાશંકર દાસે કહ્યું કે લેન્ડફોલ દરમિયાન હવાની ગતિ જગતસિંહપુર, કેંદ્રપાડા, ભદ્રક અને બાલેસ્વરમાં 150-160 કિમી પ્રતિ કલાક રહી શકે છે.

અમિત શાહે રિવ્યૂ બેઠક કરી
- ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ અને અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહના ઉપરાજ્યપાલ સાથે હોમ મિનિસ્ટર અમિત શાહે વીડિયો કોન્ફ્રેન્સિંગથી બેઠક કરી.
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળના સાંસદો સાથે બેઠક કરનાર છે.
- ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ છે.

ધૂળની આંધી ઉઠી શકે
- દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢમાં ધૂળની આંધી ઉઠવાની આશંકા છે. ધૂળની આંધીની ગતિ 25થી 30 કિમી પ્રતિ કલાક હોય શકે છે.
- યુપીના 27 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.












Click it and Unblock the Notifications
