For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે આ સ્થળોએ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના, વિજળી પણ ચમકશે

હવામાન એજન્સી સ્કાઈમેટના પૂર્વાનુમાન મુજબ આગામી 24 કલાકો દરમિયાન પૂર્વોત્તર ભારત, કોંકણ, ગોવા અને કર્ણાટકના કિનારાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આશા છે.

|
Google Oneindia Gujarati News

કેરળમાં ચોમાસુ સક્રિય થવાના કારણે ત્યાં તો જોરદાર મેઘ વર્ષા થઈ રહી છે પરંતુ ઉત્તર ભારતમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે ચક્રવાત 'વાયુ'ના કારણે હવામાનમાં ફેરફાર થયો છે પરંતુ હજુ પણ ગરમીનું તાંડવ ઉત્તરમાં ઘટ્યુ નથી. આ દરમિયાન હવામાન એજન્સી સ્કાઈમેટના પૂર્વાનુમાન મુજબ આગામી 24 કલાકો દરમિયાન પૂર્વોત્તર ભારત, કોંકણ, ગોવા અને કર્ણાટકના કિનારાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આશા છે.

આ પણ વાંંચોઃ એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠકઆ પણ વાંંચોઃ એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠક

અહીં થઈ શકે છે ભારે વરસાદ

અહીં થઈ શકે છે ભારે વરસાદ

જ્યારે ગુજરાત, ઓડિશા, પૂર્વી રાજસ્થાન, પશ્ચિમી મધ્ય પ્રદેશ અને કેરળના અમુક ભાગોમાં ભારે વરસાદના અણસાર છે. છત્તીસગઢ, પૂર્વી મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના અમુક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેલંગાના, કર્ણાટક અને તમિલનાડુના અમુક ભાગોમાં આગામી 24 કલાકમાં હળવો વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, દિલ્લી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં અમુક જગ્યાઓએ ધૂળ ભરેલી આંધી સાથે વરસાદ થઈ શકે છે.

ચક્રવાતથી થયુ ચોમાસુ પ્રભાવિત

ચક્રવાતથી થયુ ચોમાસુ પ્રભાવિત

ચક્રવાતી તોફાન ‘વાયુ'ના કારણે પણ મોનસુન પ્રભાવિત થયો. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ગોવામાં હજુ સુધી 59 ટકા વરસાદનો ઘટાડો નોંધવામાં આવ્યો છે જ્યારે પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં આ ઘટાડો 47 ટકા છે. રાષ્ટ્રીય હવામાન પૂર્વાનુમાન કેન્દ્રના જણાવ્યા અનુસાર હવે ચોમાસુ ગુજરાત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશના અમુક ભાગે સુધી પહોંચી ચૂક્યુ છે. આઈએમડીના વૈજ્ઞાનિકોને ચોમાસાની પ્રગતિ 4-5 દિવસોમાં ફરીથી વધવાની આશા છે.

અહીં પણ થઈ શકે છે આજે વરસાદ

અહીં પણ થઈ શકે છે આજે વરસાદ

આગામી 6-8 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશના બિલાસપુર, ચંબા, હમીરપુર, કાંગડા, કિન્નૌર, કુલ્લૂ, લાહોલ અને સ્પીતિ, મંડી, શિમલા, સિરમોર, સોલન તેમજ ઉનામાં પણ ઝડપી પવનો સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહીં પણ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે છાંટા પડી શકે.

વિજળીના કડાકા સાથે ભારે વરસાદની આશંકા

વિજળીના કડાકા સાથે ભારે વરસાદની આશંકા

વળી, ગરમીમાં ઉકળી રહેલ રાજસ્થાનમાં પણ આગામી અમુક કલાકો દરમિયાન વરસાદ થઈ શકે છે. રાજસ્થાનના અજમેર, અલવર, બાડમેર, ભરતપુર, ભીલવાડા, બિકાનેર, બુંદી, ચિત્તોડગઢ, ચૂરુ, દૌસા, ધોલપુર, જયપુર, જાલોર ઝુંઝુનુ, જોધપુર, કોટા, નાગોર, પાલી, રાજસમંદ, સવાઈ માધોપુર, સિરોહી, ટોંક, ઉદયપુર અને સીકરમાં આગામી 6-8 કલાકોની અંદર ઝડપી પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

English summary
CycloneVayu has now weakened and rain and thunderstorms are expected over western India, Like Gujarat, konkan, goa, Rajasthan and Karnataka Today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X