મઉઃ સિલિન્ડર બ્લાસ્ટથી બે માળનુ મકાન ધરાશાયી, 7ના મોત, ઘણો લોકો દબાયા
ઉત્તર પ્રદેશના મઉમાં સોમવારની સવારે સિલિન્ડર બ્લાસ્ટથી બે માળનુ મકાન ધરાશાયી થઈ ગયુ. દૂર્ઘટનામાં સાત લોકોના મોતના સમાચાર છે.
ઉત્તર પ્રદેશના મઉમાં સોમવારની સવારે સિલિન્ડર બ્લાસ્ટથી બે માળનુ મકાન ધરાશાયી થઈ ગયુ. દૂર્ઘટનામાં સાત લોકોના મોતના સમાચાર છે. વળી, 15 લોકો ઘાયલ થઈ ગયા છે. ઘણા લોકોના કાટમાળ નીચે દબાયા હોવાની સંભાવના છે. રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે.

ઘટના મોહમ્મદાબાદ પોલિસ સ્ટેશન વિસ્તારના વલીદપુર ગામની છે. અહીં સોમવારની સવારે સિલિન્ડર બ્લાસ્ટી બે માળનુ એક ઘર જમીનદોસ્ત થઈ ગયુ. દૂર્ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત નીપજ્યા છે. વળી, લગભગ 15 લોકો ઘાયલ થઈ ગયા છે જયારે અન્ય ઘણા લોકોના કાટમાળ નીતે દબાયા હોવાની સંભાવના છે. પોલિસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત તેમજ બચાવ કાર્ય ચાલુ છે.












Click it and Unblock the Notifications
