Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દાતી મહારાજ કેસ: કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી

કોર્ટ ઘ્વારા દિલ્હી પોલીસને પૂછવામાં આવ્યું છે કે આ કેસમાં કોર્ટ ઘ્વારા સર્ચ વોરંટ જાહેર કર્યા પછી પણ પોલીસે દાતી મહારાજની ધરપકડ કેમ નથી કરી?

દાતી મહારાજની ધરપકડ અંગે સાકેત કોર્ટ ઘ્વારા દિલ્હી પોલીસને ફટકાર લગાવવામાં આવી છે. કોર્ટ ઘ્વારા દિલ્હી પોલીસને પૂછવામાં આવ્યું છે કે આ કેસમાં કોર્ટ ઘ્વારા સર્ચ વોરંટ જાહેર કર્યા પછી પણ પોલીસે દાતી મહારાજની ધરપકડ કેમ નથી કરી? કોર્ટે દિલ્હી પોલીસના ડીસીપી ક્રાઇમને આદેશ આપતા કહ્યું કે પોલીસ આ મામલે જોડાયેલા સ્ટેટસ રિપોર્ટ દર અઠવાડિયે કોર્ટમાં દાખલ કરતી રહે. આ મામલે આગળની સુનાવણી 3 જુલાઇએ થશે.

ક્રાઇમ બ્રાન્ચ ટીમે મંગળવારે ત્રીજી વાર દાતી મહારાજ સાથે પૂછપરછ કરી

ક્રાઇમ બ્રાન્ચ ટીમે મંગળવારે ત્રીજી વાર દાતી મહારાજ સાથે પૂછપરછ કરી

મંગળવારે દાતી મહારાજને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ બોલાવવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ ટીમે મંગળવારે ત્રીજી વાર દાતી મહારાજ સાથે પૂછપરછ કરી. આ પહેલા ક્રાઇમ બ્રાન્ચ ટીમે સોમવારે આશ્રમ સાથે જોડાયેલા ત્રણ વ્યક્તિ નવીન ગુપ્તા, સચિન જૈન અને શક્તિની પૂછપરછ કરી હતી.

દાતી મહારાજનો પ્રોટેસી ટેસ્ટ થઇ શકે છે

દાતી મહારાજનો પ્રોટેસી ટેસ્ટ થઇ શકે છે

દાતી મહારાજે આરોપ લગાવ્યો છે કે આ મામલો નવીન, સચિન અને અભિષેક વચ્ચે આર્થિક લેવડદેવડ નો છે. આ બધાએ ભેગા થઈને ષડયંત્ર રચ્યું છે. આ ષડયંત્રમાં યુવતી અને તેના પિતા સહીત આ લોકો પણ શામિલ છે. આ પહેલા પુછપરછમાં દાતી મહારાજ ઘ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ નપુંશક છે. ક્રાઇમ બ્રાન્ચ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ દાતી મહારાજનો પ્રોટેસી ટેસ્ટ પણ કરાવી શકે છે.

શિષ્યાએ દાતી મહારાજ પર લગાવ્યો છે ગંભીર આરોપ

શિષ્યાએ દાતી મહારાજ પર લગાવ્યો છે ગંભીર આરોપ

દાતી મહારાજ પર 25 વર્ષની શિષ્યાએ રેપનો આરોપ લાગ્યો છે. દાતીની સામે ગયા સપ્તાહે દિલ્હીના ફતેહપુર બેરી પોલિસ સ્ટેશનમાં આઈપીસીની ધારા 376, 377, 354 અને 34 હેઠળ કેસ ફાઈલ થયો હતો. પીડિતાએ કહ્યુ કે દાતી મહારાજે રેપ કર્યા બાદ તેને જાનથી મારવાની ધમકી આપતા મોઢુ બંધ રાખવાનું કહ્યુ હતુ. પીડિતાએ દાવો કર્યો કે દાતી મહારાજે રેપ કર્યો હોય તેવી તે એકલી નથી બીજી પણ ઘણી છોકરીઓ છે જે દાતી મહારાજ દ્વારા રેપ અને યૌન શોષણની શિકાર થઈ છે.

રાજસ્થાનમાં આવેલા આશ્રમથી છોકરીઓ ગાયબ

રાજસ્થાનમાં આવેલા આશ્રમથી છોકરીઓ ગાયબ

દાતી મહારાજ વિરુદ્ધ બળાત્કારનો આરોપ લાગ્યાની સાથે જ પોલીસે તેમની શોધ ચાલુ કરી દીધી અને તેમના ઘણા આશ્રમો પર દરોડા પાડ્યા. આ દરમિયાન પાલીમાં આવેલા આશ્રમમાં જાણવામાં આવ્યું કે અહીં ફક્ત 100 છોકરીઓ જ છે. આશ્રમ તરફથી અહીં 700 છોકરીઓ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. હવે આ સવાલ ઉઠે છે કે બાકીની 600 છોકરીઓ ક્યાં ગયી?

સેવક કહેતી બાબા સમુદ્ર છે અને આપણે માછલીઓ

સેવક કહેતી બાબા સમુદ્ર છે અને આપણે માછલીઓ

દૈનિક ભાસ્કરમાં છપાયેલ એક અહેવાલ મુજબ પીડિતાએ જણાવ્યું કે 9 ફેબ્રુઆરી 2016ના રોજ દાતી મહારાજની સેવાદાર શ્રદ્ધા મને અસોલા સ્થિત શનિ ધામ આશ્રમમાં ચરણ સેવા માટે મહારાજ પાસે લઈ ગઈ. અંધેરી ગુફા જેવા રૂમમાં સફેદ કપડાં પહેરાવી મને મોકલવામાં આવી હતી. શ્રદ્ધા ઉર્ફ નીતૂ હંમેશા કહેતી કે આનાથી તને મોક્ષ પ્રાપ્ત થશે. આ પણ સેવા જ છે. તું બાબાની છે અને બાબા તારા. તું કંઈ નવું કામ નથી કરી રહી, બધા કરતા જ આવ્યા છે. કાલે અમારો વારો હતો, આજે તારો વારો છે અને આવતી કાલે ખબર નહીં કોનો વારો હશે. બાબા સમુદ્ર છે અને આપણે બધા એની માછલીઓ. આને કરજો સમજીને ચૂકવી દો.

દાતી મહારાજે કહ્યું હું તારો પ્રભુ છું, બધી વાસના ખતમ કરી દઈશ

દાતી મહારાજે કહ્યું હું તારો પ્રભુ છું, બધી વાસના ખતમ કરી દઈશ

પીડિતાએ જણાવ્યું કે રૂમમાં ગયા બાદ દાતીએ કહ્યું કે, "આમ-તેમ કેમ ભટકવું? હું તારો પ્રભુ છું. હું બધી વાસના ખતમ કરી દઈશ. બાદમાં બાબાના સહયોગીએ વારાફરતી મારા પર દુષ્કર્મ આચર્યો." પીડિતાએ જણાવ્યું કે માર્ચ 2016માં રાજસ્થાન સ્થિત ગુરુકુળ પાલી જિલ્લામાં ફરી રેપ કરવામાં આવ્યો હતો. અને દાતીના સહયોગી અનીલે પણ તે સમયે દુષ્કર્મ આચર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X