ડાબરે કરવા ચોથ સંબંધિત જાહેરાત પાછી લીધી, સમલૈગિક કપલ બતાવવા પર વિવાદ
ડાબર કંપની દ્વારા કરાવવા ચોથ પર આપવામાં આવેલી જાહેરાત પાછી ખેંચી લીધી છે. આ જાહેરાતમાં, એક ગે કપલ (બંને છોકરીઓ) પતિ-પત્ની તરીકે કરવા ચોથની ઉજવણી કરતા દર્શાવવામાં આવ્યા હતા. આ જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ થય
ડાબર કંપની દ્વારા કરાવવા ચોથ પર આપવામાં આવેલી જાહેરાત પાછી ખેંચી લીધી છે. આ જાહેરાતમાં, એક ગે કપલ (બંને છોકરીઓ) પતિ-પત્ની તરીકે કરવા ચોથની ઉજવણી કરતા દર્શાવવામાં આવ્યા હતા. આ જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ થયો હતો. સાથે જ મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ પણ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી હતી. જે બાદ ડાબરે આ વિવાદાસ્પદ જાહેરાત પાછી ખેંચી લીધી હતી.

જાહેરાતમાં શું હતું?
કરવા ચોથ 24 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આમાં મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત કરે છે. 22 ઓક્ટોબરના રોજ ડાબર કંપનીએ કરવા ચોથને લઈને એક વીડિયો બહાર પાડ્યો હતો. આમાં બે મહિલાઓ તેમની પ્રથમ કરવા ચોથની તૈયારી કરતી વખતે એકબીજાના ચહેરા પર બ્લીચ લગાવે છે. બંને મહિલાઓ ચંદ્રને જુએ છે અને પછી ચાળણી દ્વારા એકબીજાને જોઈને કરવા ચોથનું વ્રત તોડે છે. એડમાં પતિ-પત્ની બંને છોકરીઓ છે, આ માટે ડાબરની ટીકા થઈ હતી.

મધ્યપ્રદેશના મંત્રીએ કાર્યવાહીની વાત કરી હતી
આ મામલે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જાહેરાત ન હટાવવા પર કાર્યવાહી કરવાની વાત કરી હતી. એડ અંગે તેણે કહ્યું કે, હું તેને ગંભીર મામલો માનું છું કારણ કે તેમાં હિંદુ તહેવારને લેવામાં આવ્યો છે. તેમાં કરવા ચોથની ઉજવણી કરતા સમલૈગિક યુગલને દર્શાવવામાં આવ્યું છે. આવનારા ભવિષ્યમાં બે પુરૂષો પણ ફેરા લેતા બતાવવામાં આવી શકે છે. જો ડાબરે કરવા ચોથની ઉજવણી કરતા સમલૈગિક યુગલની જાહેરાત પાછી ન ખેંચી તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ડાબરે માફી પણ માંગી
ડાબરે આ જાહેરાત પાછી ખેંચવા સાથે માફી પણ માંગી છે. ડાબરે સોશિયલ મીડિયા પર માફી માંગી છે. જેમાં કંપનીએ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ દુખ વ્યક્ત કર્યુ હતુ. તે જ સમયે તેમણે એવા લોકોનો આભાર માન્યો જેણે તેને સમર્થન આપ્યું.












Click it and Unblock the Notifications
