For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારને મોટી રાહત, દલિત સંગઠનોએ ભારત બંધ પાછુ ખેચ્યુ

દેશભરમાં આજે દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યુ હતુ પરંતુ લોકસભામાં એસસી-એસટી સુધારણા બિલ પસાર થયા બાદ તેને પાછુ લેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં આજે દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યુ હતુ પરંતુ લોકસભામાં એસસી-એસટી સુધારણા બિલ પસાર થયા બાદ તેને પાછુ લેવામાં આવ્યુ છે. જે કેન્દ્ર સરકાર માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે. તમને જણાવી દઈએ કે ઓલ ઈન્ડિયા આંબેડકર મહાસભાએ બુધવારે કહ્યુ હતુ કે એસસી, એસટી એક્ટ લાગુ કરવાની અમારી સૌથી મોટી માંગ હતી જે પૂરી થઈ ગઈ છે એટલા માટે અમે ભારત બંધ પાછુ લઈએ છીએ.

bharat bandh

બંધ પાછુ ખેંચતા પહેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ તમામ સંગઠનો અને દલિતોને અપીલ કરી હતી કે તે આ બંધમાં શામેલ ન થાય અને દેશમાં શાંતિ અને સૌહાર્દનો માહોલ જાળવી રાખે. વાસ્તવમાં એસસી-એસટી એક્ટમાં સુપ્રિમ કોર્ટે થોડો ફેરફાર કર્યો હતો જે બાદ દલિત ઉત્પીડનની ફરિયાદ બાદ આરોપીની ત્વરિત ધરપકડ પર રોક લગાવી દેવામાં આવી હતી પરંતુ જે રીતે સરકારે આ સુધારો પાછો લીધો તે બાદ દલિત સંગઠનોએ આ બંધને પાછુ ખેંચવાનો નિર્ણય લીધો છે.

ઓલ ઈન્ડિયા આંબેડકર મહાસભાએ આ ભારત બંધમાં તમામ દિગ્ગજ નેતા રાહુલ ગાંધી, મમતા બેનર્જી, એચડી દેવગૌડા, શરદ યાદવ, સીતારામ યૈચુરી, ડી રાજાના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.

English summary
Dalit organizations called off their Bharat bandh. They says our big demand was already met.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X