ભારતમાં બની રહ્યા છે ટેંકનો કાળ બનનારા ખતરનાક હથિયાર, જાણો શું છે Carl Gustaf M4 રાઈફલ?

પાકિસ્તાન અને ચીન જેવા નાપાક દુશ્મનોને નીપટવા ભારત હંમેશા એક કદમ આગળ ચાલે છે. આ જ કારણ છે કે ભારત સતત નવા નવા હથિયારો વિકસાવતુ રહે છે.

આ ક્રમમાં જ ભારતમાં ખતરનાક હથિયારો બની રહ્યા છે. અહેવાલો અનુસાર, સ્વીડિશ કંપની SAAB ને ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં પહેલી 100 ટકા FDI મળી છે.

Carl Gustaf M4 rifle

આ કંપનીની ખાસ વાત એ છે કે, તે દુનિયાના ખતરનાક હથિયાર ભારતમાં પહેલીવાર બનાવવામાં આવશે. આ હથિયારનું નામ કાર્લ ગુસ્તાફ એમ4 છે. આ એક એવું હથિયાર છે, જેમાંથી ઘણા પ્રકારના શેલ ફાયર કરી શકાય છે.

સ્વીડનની આ કંપની દ્વારા ઉત્પાદિત આ હથિયાર દુશ્મનની ટેન્ક માટે ખતરો બની શકે છે. તેને ફક્ત બે જ લોકોની જરૂર રહે છે અને ખભા પર મૂકીને અન્ય વ્યક્તિ ફાયર કરી શકે છે.

આ રીકોઈલલેસ રાઈફલ છે. આ પહેલા કાર્લ ગુસ્તાફ M4ના ત્રણ વેરિઅન્ટ આવ્યા હતા, જેમાં M-1, M-2 અને M-3 સામેલ હતા. ભારતમાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં એમ-3નું ઉત્પાદન થઈ રહ્યું છે. કાર્લ ગુસ્તાફનો ઉપયોગ ભારતીય સેના 1970થી કરી રહી છે.

આ ખતરનાક SAAB FFV ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ કંપની હરિયાણામાં પોતાની ફેક્ટરી શરૂ કરવા જઈ રહી છે. પહેલા હથિયાર 2024 સુધીમાં તૈયાર થઈ જશે.

આ હથિયારો સરહદ પર તૈનાત ભારતીય સેનાના જવાનોને સપ્લાય કરવામાં આવશે. આ હથિયાર સ્થિર વાહન પર 500 મીટર અને ચાલતા વાહન પર 400 મીટરના અંતરેથી ચોક્કસ પ્રહાર કરી શકે છે. તેમાં અલગ-અલગ રોકેટ લગાવી શકાય છે, જેની રેન્જ 2 હજાર મીટર સુધીની હોઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X