For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દંતેવાડાઃ સુરક્ષાબળો સાથેની અથડામણમાં 2 નક્સલવાદી ઠાર મરાયા

દંતેવાડાઃ સુરક્ષાબળો સાથેની અથડામણમાં 2 નક્સલવાદી ઠાર મરાયા

|
Google Oneindia Gujarati News

રાયપુરઃ છત્તીસગઢથી મોટા સમાચાર મળી રહ્યા છે, જ્યાં દંતેવાડામાં સુરક્ષાબળોએ એન્કાઉન્ટર દરમિયાન બે નક્સલવાદીઓને ઠાર માર્યા છે, ઠાર મરાયેલ નક્સલીઓમાં એક મહિલા પણ સામેલ છે, જેમની પાસેથી સુરક્ષાબળોએ હથિયાર જપ્ત કર્યાં છે, સુરક્ષાબળો અને નક્સલિઓની વચ્ચે આ અથડામણ દંતેવાડા અને સુકમા બોર્ડર પર થઈ છે, આઈજી બસ્તર વિવેકાનંદે એન્કાઉન્ટરમાં બે નક્સલીઓને ઠાર માર્યા હોવાની પુષ્ટિ કરી છે.

naxals

ઉલ્લેખનીય છે કે નક્સલીઓ પાછલા એક મહિનાથી કેટલીય મોટી ઘટનાને અંજામ આપી ચૂક્યા છે, હાલમાં જ નક્સલીઓએ છત્તીસગઢની સીમા પાસે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સુરક્ષાબળો પર હુમલો કર્યો હતો આ હુમલામાં ચાલક સહિત 16 જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારે ગત 26 તારીખે સુકમા જિલ્લાના બીમાપુરમાં સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં 4 નક્સલવાદીઓ ઠાર મરાયા હતા અને મોટી સંખ્યામાં હથિયાર જપ્ત થયાં હતાં, જેમાં એક ઈંસાસ રાઈફલ અને બે 303 રાઈફલ સામેલ હતી, જણાવી દઈએ કે પાછલા દિવસોમાં પણ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષાબળોએ ઓપરેશન પ્રહારમાં 9 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા, આ દરમિયાન 2 પોલીસ જવાન પણ શહીદ થયા હતા.

જણાવી ધઈએ કે નક્સલીઓ વિરુદ્ધ ઑપરેશન પ્રહાર-4 અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, આ અભિયાનમાં એસટીએફ, ડીઆરજી અને સીઆરપીએફની કોબરા બટાલિયનના જવાન સામેલ છે. આ અભિયાનમાં એસટીએફની બે ટીમ, ડીઆરજી સુકમાની 10 ટીમ, કોબરાની 4 ટીમ મળીને 1200 જવાનોએ ભાગ લીધો છે. આ અભિયાન માઓવાદિઓની બટાલિયન નંબર એકના કોર ક્ષેત્ર સાકલેર, ટોંડામરકા અને સાલેતોંગમાં ચલાવવામાં આવ્યું હતું. આ સ્થળ સુકમા, બીજાપુર અને કોત્તાગુડેમના ત્રિકોણમાં આવે છે.

આ પણ વાંચો- ઝારખંડમાં ભાજપની રેલી પહેલા નક્સલવાદીઓએ બોમ્બથી ઉડાવ્યું ભાજપનું કાર્યાલય

English summary
Dantewada: Bodies of 2 Naxals recovered following an exchange of fire b/w Naxals & joint team of DRG&STF in Gonderas jungle in Aranpur police station area around 5 am today. One INSAS rifle&one 12 Bore weapon with ammunition & other incriminating materials recovered.#Chhattisgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X