Darjeeling Train Accident: દાર્જિલિંગમાં મોટી ટ્રેન દુર્ઘટના, કાંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ માલગાડી

Darjeeling Train Accident: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. દાર્જિલિંગમાં માલગાડી કાંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ અકસ્માત જલપાઈગુડી પાસે થયો હતો.

ઉલ્લેખનીય છે કે, કાંચનજંગા એક્સપ્રેસ સિયાલદહ જઈ રહી હતી. અથડામણને કારણે ટ્રેનની ઘણા ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા છે.

જોકે, આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પોસ્ટ કરી છે.

Darjeeling Train Accident

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક્સ પર આ દુર્ઘટના વિશે વાત કરતા પોતાની પોસ્ટમાં લખ્યું કે, દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને મને આઘાત લાગ્યો છે.

અત્રે નોંધનીય બાબત છે કે, વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાંચનજંગા એક્સપ્રેસના અકસ્માતની જાણ થતાની સાથે ડીએમ, એસપી, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કાંચનજંગા એક્સપ્રેસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. કામગીરી પર નજર રાખવા માટે વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ અકસ્માત દાર્જિલિંગ જિલ્લાના સિલીગુડી સબ-ડિવિઝન હેઠળના રંગપાની સ્ટેશન નજીક રૂઈધાસા ખાતે થયો હતો. કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનનું એક વેગન માલસામાન ટ્રેન સાથે અથડાયા બાદ હવામાં લટકતું રહી ગયું હતું.

આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે, તેની માહિતી હજુ ઉપલબ્ધ નથી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X