2-18 વર્ષના લોકો પર Covaxinનું ટ્રાયલ થશે, DCGIએ મંજૂરી આપી
2-18 વર્ષના લોકો પર Covaxinનું ટ્રાયલ થશે, DCGIએ મંજૂરી આપી
કોરોનાવાયરસ સામે સ્વદેશી વેક્સીન કોવેક્સીનને 2થી 18 વર્ષના લોકો પર ક્લીનિકલ ટ્રાયલ માટે એક્સપર્ટ કમિટીની ભલામણ બાદ ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી મળી ગઈ છે. ડીસીજીઆઈ તરફથી મંજૂરી મળ્યા બાદ હૈદરાબાદની ભારત બાયોટેક 525 સ્વસ્થ વૉલેન્ટિયર્સ પર કોવેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરશે. અગાઉ મંગળવારે જ કોરોના વાયરસને લઈ બનેલી સેંટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એક્સપર્ટ કમિટીએ કોવેક્સીનના ટ્રાયલને મંજૂરી માટે ભલામણ કરી હતી.

કોવેક્સીનનું ટ્રાયલ
ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા મુજબ ટ્રાયલ દરમ્યાન 28 દિવસના અંતરાલ પર 2થી 18 વર્ષની ઉંમરના લોકોને કોવેક્સીનના બે ડોઝ આપી દેવામાં આવશે. આ દરમ્યાન માંસપેશિઓમાં રસી લગાવાશે. વેક્સીન નિર્માતા કંપની ભારત બાયોટેકે જણાવ્યું કે કોવેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાનું આ ટ્રાયલ દિલ્હી સ્થિત એમ્સ, પટનાના એમ્સ અને નાગપુર સ્થિત મેડિટ્રિના ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ સહિત દેશના વિવિધ રાજ્યોમાં કરાશે.

એક્સપર્ટ કમિટીએ મંજૂરી આપવાની ભલામણ કરી હતી
ડીસીજીઆઈએ પોતાના આદેશમાં કહ્યું કે સેંટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એક્સપર્ટ કમિટીએ મંગળવારે ભારત બાયોટેકના આવેદન પર એક લાંબો વિચાર-વિમર્શ કર્યો. આ ચર્ચા બાદ એક્સપર્ટ કમિટીએ ભારત બાયોટેકને 2થી 18 વર્ષ સુધીની ઉંમર વર્ગના લોકો પર વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરીની ભલામણ કરી.

કોરોના વેક્સીનના 17 કરોડથી વધુ ડોઝ અપાયા
જણાવી દઈએ કે ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉંસિલ ઑફ મેડિકલ રિસર્ચ સાથે મળી વેક્સીન તૈયાર કરી છે. આ સમયે દેશમાં કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ વેક્સીન અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાની કોવિશીલ્ડ સાથે રસીકરણ અભિયાન ચાલુ છે. અત્યાર સુધીના રસીકરણ અભિયાનમાં કોરોનાવાયરસ વેક્સીનના 17 કરોડ 72 લાખ 14 હજાર 256 ડોઝ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
