DCP પિતાએ નિભાવ્યું વરદીનું ફરજ, IPS દીકરીને સૌની સામે કરી સલ્યૂટ
કહેવાય છે કે જ્યારે બાળકો મા-બાપથી આગળ નીકળી જાય છે તો એમની છાતી ગર્વથી ફૂલી જતી હોય છે. આવી જ ખુશીનો અહેસાસ ડીસીપી એઆર ઉમામહેશ્વરા શર્માને થયો, જ્યારે એમણે પોતની આઈપીએસ દીકરીને સૌની સામે સલ્યૂટ કરી. એઆર ઉમામહેશ્વરા શર્મા તેલંગણા પોલીસમાં ડીસીપી છે, જ્યારે એમની દીકરીએ ચાર વર્ષ પહેલા આઈપીએસ તરીકે પોલીસ ફોર્સ જોઈન કરી છે. હાલમાં જ્યારે બાપ-દીકરી સામસામે આવ્યાં ત્યારે પિતાએ પોતાની વરદીનું ફરજ નિભાવતા પોતાની સીનિયર દીકરીને સલ્યૂટ કર્યું હતું.

પિતાએ સીનિયર દીકરીને સલ્યૂટ કર્યું
રવિવારે હૈદરાબાદના કોંગરા કાલનમાં યોજાયેલ તેલંગણા રાષ્ટ્રીય સમિતિની એક સાર્વજનિક મીટિંગમાં એઆર ઉમામહેશ્વરા શર્મા તહેનાત હતા. આ મીટિંગમાં એમની દીકરી સિંધુ શર્માની પણ ડ્યૂટી લાગી હતી, જેઓ તેલંગણામાં જગ્ટિયાલ જિલ્લાના એસપી છે. જ્યારે આ મીટિંગમાં બાદ અને દીકરી આમને સામને આવ્યા ત્યારે ડીસીપી પિતાએ પોતાની આઈપીએસ દીકરીને સલ્યૂટ કર્યું હતું.

પિતા 30 વર્ષથી છે પોલીસમાં
સિંધુએ ચાર વર્ષ પહેલા પોલીસ ફોર્સ જોઈન કરી હતી. તે 2014 આઈપીએસ બેચથી છ. ત્યારે ઉમામહેશ્વરા 30 વર્ષથી પોલીસમાં છે અને આગામી વર્ષે રિટાયર થનાર છે. એમણએ સબ-ઈન્સ્પેક્ટર તરીકે પોલીસ ફોર્સ જોઈન કરી હતી. ઉમામહેશ્વરાએ કહ્યું કે, 'પહેલી વાર હતું જ્યારે ડ્યૂટી દરમિયાન અમે સાથે આવ્યા હોઈએ. હું ખુશનસીબ છું કે તેની સાથે કામ કરવાનો મોકો મળ્યો.' ઉમામહેશ્વરાએ આગળ જણાવ્યું કે એની દીકરી એમની સીનિયર છે.

પિતા સાથે કામ કરીને ખુશ છે સિંધુ
હાર્દિકના ઉપવાસનો 11મો દિવસ, દેવગૌડાની પીએમને હસ્તક્ષેપ કરવાની અપીલ