For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PUBG સહિત આ મોબાઈલ ગેમ્સ છે ખતરનાક, સ્કૂલોએ જાહેર કર્યા નિર્દેશ

PUBG સહિત આ મોબાઈલ ગેમ્સ છે ખતરનાક, સ્કૂલોએ કહ્યું..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તેજીથી વધી રહેલ સ્માર્ટફોન યૂઝર્સમાં બાળકોની સંખ્યા પણ ભારે વધી છે. આ તેવાં જ બાળકો છે જે મોબાઈલથી વાત નથી કરતા પણ ગેમ રમે છે. જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. ગેમના કારમે તેમના સ્વભાવમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક-ક્યારેક કેટલીક ખતરનાક ગેમ્સે તો કેટલાંક બાળખોને સુસાઈડ કરવા માટે પણ પ્રેરિત કર્યા છે.

video game

જેને ધ્યાનમાં રાખતાં દિલ્હી બાળ અધિકાર સંરક્ષણ આયોગે સોમવારે PUBG, Fortnite, Grand Theft Auto, God Of war, Hitman, Plague inc અને Pokemon જેવી વીડિયો તથા ઓનલાઈન ગેમને હાનિકારક, નકારાત્મક અને મસ્તિષ્ક પર પ્રતિકૂળ પ્રભાવ નાખતી જણાવી છે. ગેમની ખતરનાક અસરને જોયા બાદ દિલ્હી બાળ સંરક્ષણ આયોગે પણ તમામ સ્કૂલને આદેશ આપ્યા છે કે તેઓ સ્કૂલમાં થતી પ્રાર્થના સભામાં બાળકોને સમજાવે અને માતા-પિતા સાથે થનાર બેઠકમાં પણ આ વિશે વિસ્તારથી ચર્ચા કરે.

રમત-ગમતથી બાળકોનો વ્યવહાર બદલી રહ્યો છે
ડીસીપીસીઆરના સભ્ય રંજના પ્રસાદે આ સંબંધમાં આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે ખેલ-ખેલમાં બાળકોનો વ્યવહાર બદલી રહ્યો છે. એવામાં તેને તત્કાળ રોકવા માટે ઠોસ પગલાં ન ઉઠાવ્યા તો પરિણામ સારું નહિ આવે. તેમણે કહ્યું કે આની સીધી અસર બાળકોના શૈક્ષણિક સ્તર પર પણ પડી રહી છે. તેમણે કહ્યું કે આ મામલે આયોગ પાસે કેટલીય ફરિયાદો આવી છે. આયોગે તમામ સ્કૂલના આચાર્યને કહ્યું કે તેઓ આ મામલે ઉઠાવેલ આકરાં પગલાંની જાણકારી 20 દિવસની અંદર રિપોર્ટના માધ્યમથી આયોગને મોકલે.

આ પણ વાંચો- મા-બાપ સામે કેસ કરવાની તૈયારીમાં આ વ્યક્તિ, 'મારી મંજૂરી વિના મને પેદા કેમ કર્યો?'

English summary
DCPCR listed video and online games such as PUBG, Fortnite, Grand Theft Auto and others as harmful
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X